Charchapatra

ક્રિકેટ અને ખેલદીલી

તાજેતરમાં વર્લ્ડકપની શ્રીલંકા વિરૂધ્ધ બાંગ્લાદેશ મેચમાં શ્રીલંકાના બેટસમેન મેથ્યુઝ વિરૂધ્ધ બાંગ્લાદેશના સુકાની સકીબુલ હસને પીચ ઉપર દવ લેવા સમયસર ન આવતા ટાઇમ આઉટની અપીલ કરી અને અમ્પાયરે તેને આઉટ જાહેર કર્યો. સામાન્ય રીતે આ રીતે કોઇ બેટસમેનને આઉટ કરતું નથી. 1962ની 12મી માર્ચ વેસ્ટઇંડિઝના બાર્બાડોઝમાં એક ફસ્ટકલાસ મેચમાં ભારત વિરૂધ્ધ વેસ્ટઇંડિઝ મેચમાં ભારતના બેટસમેન નરી કોન્ટ્રાકટરના માથામાં વેસ્ટઇંડિઝના ઝડપી ગોલંદાજ ચાર્લી ગ્રીફીથનો બોલ વાગ્યો. તે જમાનામાં હેલ્મેટ ઉપલબ્ધ ન હતી. નરી કોન્ટ્રાકટર ગંભીર રીતે ઘાયલ થયા. માથામાંથી લોહી નીકળવા લાગ્યું. તેને તાત્કાલીક સ્થાનીક હોસ્પિટલમાં દાખલ કરવા પડયા ત્યાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું.

જીવનમરણ વચ્ચે ઝોલા ખાતા કોન્ટ્રાકટરની તબિયત માટે રેડીયો પરથી બુલેટીનો બહાર પાડયા. ત્યારના વેસ્ટઇંડિઝના સુકાની ફ્રેન્ક વોરલે પોતાનું બ્લડ કોન્ટ્રાકટરને આપ્યું. કોન્ટ્રાકટરની તબિયતમાં સુધારો થયો. જયારે ટેસ્ટ સીરીઝ પૂરી થઇ ત્યારે વેસ્ટઇંડિઝના સુકાની કફ્રેકર વોરલ ભારતીય ટીમને વિદાય આપવા એરપોર્ટ પર આવ્યા. ભારતીય ટીમ સાથે તેની આત્મીયતા જોડાઇ ગઇ અને ગજબી ખેલદીલી બતાવી. ક્રિકેટની રમતમાં આવા દીલદાર ખેલાડીઓ પણ હતા. ત્યારબાદ વેસ્ટઇંડિઝની ખોફનાક ઝડપી ગોલંદાજીની બેલડી ચાર્લી ગ્રીફ્રીથ અને વેસ્લી હોલ એ ક્રિકેટ જગતમાં તેની ગોલંદાજીથી ભયનું સામ્રાજય ઉભુ કર્યું હતું જે એક ઇતિહાસ છે.
સુરત              – ઉદય ઠાકર– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

જૂની યાદો તાજી કરવા શાળા-કોલેજોની મુલાકાત જરૂરી છે
આજના યંત્ર સંચાલિત જેવા જીવનમાં દરેક વ્યકિતને તેમના જીવનકાળ દરમ્યાન બની ગયેલી યાદગાર ઘટનાઓનું સ્મરણ કરતા મનમા અલૌકિક આનંદની લાગણીનો અનુભવ થાય છે અને તે દુનિયાની તમામ તકલીફો દુખો ક્ષણવાર માટે ભૂલી જાય છે. એવી યાદગાર ક્ષણો દરેકના જીવનમાં શાળા-કોલેજમાં વિદ્યાર્થી જીવનકાળ દરમ્યાન બનતી હોય છે. આ તનાવ ભરેલા જીવનમાંથી દરેક વ્યકિતએ સમય કાઢી તેમના વ્યકિતત્વનું ઘડતર કરવામા મહત્વની ભૂમિકા ભજવનાર તેમની શાળા કોલેજોની મુલાકાત અવશ્ય લેવી જોઇએ જે તમારા વિદ્યાર્થીજીવનને ક્ષણવાર માટે ફરી ધબકતુ કરી દેશે અને યંત્રને જેવી અદ્‌ભૂત આનંદની અનુભૂતિ થશે એ શાળા કોલેજની મુલાકાત કર્યા પછી જ ખબર પડશે!
સુરત              – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top