ઇંગ્લેન્ડનો ઓલરાઉન્ડર (Allrounder) મોઈન અલી (Moeen Ali) છેલ્લા કેટલાક સમયથી CSKનો અભિન્ન ભાગ છે. આજે તેઓ ધનિક ખેલાડીઓમાં માનવામાં આવે છે. મોઈન અલીએ તેમની ક્રિકેટ (Cricket) સફરમાં સંઘર્ષ (Conflict) વિશે ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે તેમણે જે મુશ્કેલ પરિસ્થિતિઓમાં (Difficult situation) રમવાનું શરૂ કર્યું તેના વિશે માત્ર વિચારથી જ તેઓ આજે કાંપી ઉઠે છે. આજે મોઈન અલી પાસે પૈસા, નામ, પ્રસિદ્ધિ બધું જ છે, પરંતુ એક સમય હતો જ્યારે તેનો પરિવાર (Family) ખૂબ જ ગરીબ હતો. ખાવાના પણ ફાંફા હતા.
તેમણે પોતાના જીવનના ભૂતકાળનો ખુલાસો કર્યો કે તેમના પરિવાર પાસે એક પાઉન્ડ પણ ન હતો, જેના કારણે તેમને સેન્ડવીચ અથવા કાકડીઓ પર જીવન જીવવા મજબૂર થવું પડ્યુ હતું. તેમણે કહ્યું કે ખૂબ જ મુશ્કેલ સમય હતો, પરંતુ અમારા માટે શ્રેષ્ઠ સમય હતો. મારી પાસે એક સમયે મારા પોતાના ક્રિકેટ પેડ પણ નહોતા. હું પ્રેક્ટિસ માટે મારા મિત્રના પેડનો ઉપયોગ કરતો હતો. તેમણે એમ પણ કહ્યું કે તે ખૂબ જ મુશ્કેલ પરંતુ આશ્ચર્યજનક દિવસો હતા. હું ખૂબ જ ઝડપથી પ્રોફેશનલ ખેલાડી બની ગયો અને ત્યાર બાદ ઘરની આર્થિક સ્થિતિ અને બધી વસ્તુઓ વધુ સારી થતી ગઇ છે.
તેમના પિતાની સલાહ પર ક્રિકેટર બન્યા
મોઇને કહ્યું કે મારા પપ્પાએ કહ્યું હતું કે 13-15 , મને તારા જીવનના બે વર્ષ આપ, એ પછી તારે જે જોઈએ તે કરી શકે છે. ત્યારથી શાળા પછી અમે તાલીમ લેતા હતા, અમે પાર્કમાં રમવા જતા હતા. તેમણે વધુમાં કહ્યું કે તે શરૂઆત હતી, જ્યારે મેં ખૂબ જ નાની ઉંમરમાં કાઉન્ટી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું અને ત્યારે હું ક્રિકેટ રમતને પ્રેમ કરતો હતો, પરંતુ ક્રિકેટ મારા પિતાનું પેશન હતું અને મેં તેને રમવાનું ચાલુ રાખ્યું હતું.
સેન્ડવીચ અને કાકડીઓ ખાઈને ગુજરાન ચલાવવું પડ્યું હતું
મોઈન અલીએ આગળ જણાવતાં કહ્યું કે એક સમય હતો, જ્યારે તેમની પાસે પેટ ભરીને ખાવાના પણ પૈસા નહોતા. સેન્ડવીચ અને કાકડીઓ ખાઈને ગુજરાન ચલાવવું પડ્યું હતું. આ એવી ઘણી વાર્તાઓમાંની એક હતી જ્યાં અમે આર્થિક રીતે ખરેખર સંઘર્ષ કરી રહ્યા હતા. મારા કાકા અને પપ્પા આગામી મેચના પૈસા માટે માટે ચિકન વેચવા જતા હતા. મારા સંઘર્ષમાં માત્ર મારા પિતા અને કાકા જ નહીં. મારી માતા અને કાકીએ પણ કપડાં તૈયાર કરવામાં મદદ કરી, જેથી બધું સમયસર થઈ જાય.
પિતાને ક્રિકેટ પ્રત્યે ઘણો શોખ હતો
ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર ક્રિકેટર મોઇન અલીએ કહ્યુ કે મારા પિતાને ક્રિકેટ પ્રત્યે ઘણો શોખ હતો. મને જોડિયા ભાઈઓ પણ હતા. પરિવારમાં અમે પાંચ જણા હતા. મને હમણાં પણ યાદ છે જ્યારે હું આઠ વર્ષનો હતો. ત્યારે મેં મારા ભાઈઓ સાથે પાર્કમાં રમવાનું શરૂ કર્યું અને મને લાગ્યું કે મને ક્રિકેટમાં રસ છે. તેથી જ્યારે હું 19 વર્ષનો હતો, ત્યારે મેં એક ટ્રાયલ આપ્યો અને પછી તે વખતે મેં પ્રથમ વખત કોઈની સાથે હાર્ડ બોલ ક્રિકેટ રમી હતી.