કોઈ પણ સ્પર્ધાના વિજયની પૂર્વ શરત છે શાનદાર, જાનદાર દેખાવ. વિરાટ સારી બેટિંગ નહીં કરે તો મારાં જેવાં, બેટનું પાટિયું પણ નહીં પકડ્યું હોય તેવાં, પ્રેક્ષકો પણ ગાળો આપી બેસે છે. અરે, અનુષ્કાને પણ ટ્રોલ કરાય, બોલો. બૂમરાહ વિકેટ નહીં લે તો આપણે તેની શાબ્દિક વિકેટ લઈ નાંખીએ. સાંપ્રત વિશ્વ કપ ક્રિકેટ ટુર્નામેંટમાં આજ સુધીમાં ભારતની ટીમ 10 મેચ જીતી ચૂકી છે. એટલું જ નહીં, અલગ અલગ ખેલાડીઓએ અલગ અલગ રેકોર્ડ્સ પણ પ્રસ્થાપિત કર્યા છે. વિરાટે પણ સચિનનો રેકોર્ડ તોડ્યો છે.
15 સભ્યોની આ ટીમમાં ભિન્ન ભિન્ન જાતિ અને ધર્મના ખેલાડીઓ છે. દરેક ખેલાડી ભારત દેશ ખાતર રમે છે અને દિલથી રમે છે. વળી, પ્રેક્ષકો પણ સૌને સમાનપણે એટલો જ આદર સૌને આપે છે. રાજકારણીઓએ આ પ્રકારની રમતોમાંથી શીખવાનું હોય છે. જાતિ, ધર્મને બાજુએ મૂકી કેવળ વિકાસ કાર્યોને પ્રાધાન્ય આપી ચૂંટણી લડતાં જરૂર સકારાત્મક પરિણામ મળે. જનતાએ પણ વિચારવું કે, જેમ સારા દેખાવ કરનારને આપણે બિરદાવી છીએ, છાપાં-સામયિકોમાં સ્તંભકારો મ્હોં ફાટ વખાણ કરે છે તેમ, રેવડી આપવાના દાવા કરનારને નહીં પરંતુ કાર્યો કરતાં રાજકારણીને મત આપી જીતાડવા, વાણી વિલાસ કરનારને નહીં. રાષ્ટ્રના વિકાસ માટે જનતા જાગૃત હોય અને બને એ અનિવાર્ય છે.
બારડોલી – વિરલ વ્યાસ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
હિન્દુ અને મુસલમાનની કડવી સચ્ચાઈ
આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા આયોજીત વિશ્વ સાંસ્કૃતિક મહોત્સવ-2023માં આવેલ સુવિખ્યાત કેન્દ્ર પત્રકાર શ્રી ફ્રેન્કોઇસ ગોટીયરે હિન્દુઓ માટેની કડવી સચ્ચાઈ બનાવેલ છે. દુનિયામાં દરેક સ્થળે હિન્દુ ધર્મ ઉપર હુમલા થાય છે પછી તે પાકિસ્તાન હોય કે અફધાનિસ્તાન હોય કે ખ્રિસ્તી મિશનરી દ્વારા થયેલ ધર્મપરિવર્તન હોય. હિન્દુઓ શાંતિ પ્રિય છે. બહુમતિમાં હોવા છતાં તેઓ અલ્પ સંખ્યકોની માનસિકતા રાખે છે અને તેઓમાં ભાઇચારાની ઉણપ વર્તાય છે. ગોટીયરે જણાવેયું છે કે હિન્દુ ધર્મ કબજો જમાવવા કદી ભારત બહાર ગયો જ નથી.
જેવું ખ્રિસ્તી ધર્મે દક્ષિણ અમેરિકામાં કર્યું હતું અને એક સંસ્કૃતિને ખતમ કરી ઇસ્લામે મિશ્ર (ઇજીપ્ત)ની મૂળ સંસ્કૃતિને જ પતન કરી નાંખી. ઇતિહાસમાંથી તે પાઠ મળ્યો છે કે હિન્દુઓએ લડવું જોઇએ. આવી જ એક નોંધપાત્ર મુલાકાત થોડા સમય પહેલા સાઉદી અરબના પૂર્વ ન્યાયમંત્રી અને મક્કા સ્થિત મુસ્લિમ વર્લ્ડ લીગ (એમ.ડબ્લ્યુ.એલ)ના મહાસચિવ મોહમ્મદ બિન અબ્દુલ કરીમ અલ-ઇશા એ દેશમાં લીધેલ અને ઇસ્લામિક કલ્ચરલ સેન્ચમાં જણાવેલ યુકે દુનિયામાં સરઅસ્તિત્વનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ ભારત ચે. ભારતમાં ઇસ્લામનું ગૌરવપૂર્ણ સ્થાન છે. વિશ્વના 33 ઇસ્લામિક દેશોની વસતિ જેટલા મુસ્લિમો એકલા ભારતમાં હોવા છતાં ભેદભાવ નથી.
મુસ્લિમ વર્લ્ડ લીગના આ મહાસચિવે ભારતના ગૌરવશાધી ઇતિહાસની પ્રશંસા કરતા કહ્યું હતું કે ‘સંસ્કૃતિઆ વચ્ચે સંવાદ સ્થાપિત કરવો એ સમયની માંગ છે. અમે ભારતનાા ઇતિહાસ અને વિવિધતાની પ્રશંસા કરીએ છીએ. ભારત હિન્દુ બહુમતીવાળુ રાષ્ટ્ર છે. તેમ છતાં તેવું બંધારણ ધર્મનિરપેક્ષ છે. વિશ્વમાં નકારાત્મક વિચાર ફેલાવાઇ રહ્યો છે. ભારત આખી દુનિયા માટે પ્રેરણા છે કારણ કે તે દરેક દેશ સાથે વાતચીત માટે તૈયાર હોય છે. ઉપરોકત કડવી સચ્ચાઇ ભરેલી વાતની નોંધ શું દશના સેક્યુલર રાજકીય પક્ષો લઇને દેશમાં ભાગલા પાડનારા જાતિય, સાંપ્રદાયિક તૃષ્ટિકરણો દેશ અને સમાજ હિતમાં સત્વરે સદંતર બંધ કરસે ખરા? શું હિન્દુ વધુ બોબકો અને સંગઠીત બનશે ખરો? દેશમાં જો હિન્દુ બહુમતીમાં દેશ તો જ દેશમાં લોકશાહી અને બિનસાંપ્રદાયિકત્વ ટકી શકશે જે કડવી સચ્ચાઇનો શું હવે સર્વે દ્વારા સ્વિકાર કરાશે ખરો?
અમદાવાદ – પ્રવીણ રાઠોડ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.