Entertainment

ઉર્વશી રૌતેલા અને ઋષભ પંત વચ્ચેનો વિવાદ સપાટી ઉપર આવ્યો,એક ઇન્ટરવ્યૂમાં ખુલી ગઈ પોલ

મુંબઈ : ક્રિકેટ(Cricket)અને બૉલીવુડ(Bollywood) વચ્ચે વર્ષોથી જુગલબંધી (Bonding)છે.બને વચ્ચે કનેક્શનના તાર જોડાયલા છે,તે નવી વાત નથી રહી.ભલેને પછી વિરાટ કોહલી હોઈ કે પછી યુવરાજ સિંગ હવેવિવાદ (controversy)ઋષભ પંત (Rishabh Pant) અને ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) વચ્ચે સર્જાયો છે.સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થેયલા એક વિડીયોમાં ઉર્વશી રૌતેલા મિસ્ટર RPના નામનો ઉલ્લેખ કરીને સબંધો ઉપર લાગેલ પૂર્ણવિરામની આખી વાત કરી હતી.અને ત્યારબાદ કહેવાય છે કે પંતે સોશ્યલ મીડિયા ઉપર તેનો જવાબ પણ આપ્યો હતો.

ઉર્વશીએ શું કહ્યું હતું તેના ઇન્ટરવ્યૂ માં ?
વર્ષ 2018માં એવો નિષ્કર્ષ સામે આવ્યો હતો કે,પંત અને ઉર્વશી વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે.બનેના ડેટિંગ અને ડિનર સુધીની તસવીરો અવારનવાર વાયરલ પણ થઇ હતી અને ત્યારબાદ કેટલાક સમય પછી એવી ખબરો આવી હતી કે ઉર્વશીએ પંતને વૉટસઅપ ઉપર બ્લોક પણ કરી નાખ્યો હતો.બનેએ એકબીજાની સહમતીથી બ્લોક કરી દીધા હોવાની વાતો પણ વહેતી થઇ હતી.બીજી બાજુ એક ઇન્ટરવ્યૂમાં ઉર્વશીએ કરેલ ઉલ્લેખથી પંતે પણ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કંઈક આવું લખ્યું હતું કે મિસ્ટર આરપી કહીને સંબોધન કરનારી ઉર્વશીતો નથી જેને લઇને લોકો વિચારવા પર મજબુર થયા હતા.

બન્ને વચ્ચેના કિસ્સાઓ મીડિયાની હેડલાઈન બન્યા હતા

ઉર્વશીએ એક કિસ્સો શેર કરતા ઇન્ટરવ્યૂ માં કહ્યું હતું કે હું એક વખત વારાણસીથી દિલ્હી શૂટિંગ માટે ગઈ હતી ત્યારે મિસ્ટર આપી મળવા માટે આવ્યા હતા.લગભગ 10 કલાક લોબીમાં તેમને મારી રાહ જોઈ હતી.પણ હું સુઈ ગઈ હતી.વારાણસી બાદ દિલ્હીમાં પણ શૂટિંગ કરવાનું હતું.જોકે આરપી મને લગાતાર કોલ કરી રહ્યા હતા.મારા ફોનમાં 17 મિસકોલ હતા.મેં એમને કહ્યું કે આપણે મુંબઈમાં મળીશું પછી મુંબઈમાં મળ્યા હતા.પણ ત્યાં સુધી આ બધી વાતો મીડિયા સુધી પહોંચું ચુકી હતી.

ઇન્ટરવ્યૂમાં કયા પ્રશ્નથી સર્જાયો વિવાદ ?
આ દરમિયાન એન્કર ઉર્વશીને પૂછે છે કે મિસ્ટર આરપી કોણ છે? આના પર ઉર્વશીએ નામ લેવાનો ઇનકાર કર્યો હતો. આ ઈન્ટરવ્યુ વાયરલ થયા બાદ પંત અને ઉર્વશીનો વિવાદ ફરી એકવાર વધી ગયો છે. આ પછી સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવામાં આવી છે. તે પંતની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દર્શાવે છે. સોશિયલ મીડિયા યુઝર્સનો દાવો છે કે પંતે આ સ્ટોરી દ્વારા ઉર્વશીને જવાબ આપ્યો છે.

પતે તેની ઇન્સ્ટગ્રામ સ્ટોરીમાં આ રીપ્લાય આપ્યો
ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું છે કે- કેટલાંક લોકો ઈન્ટરવ્યુમાં માત્ર નામ, ખ્યાતિ, લોકપ્રિયતા અને હેડલાઈન મેળવવા માટે કેવી રીતે ખોટું બોલે છે. લોકો કેવી રીતે નામ અને પ્રસિદ્ધિના ભૂખ્યા છે તે જોઈને દુઃખ થાય છે. ભગવાન તેમનું ભલું કરે. પંતે સ્ટોરીમાં એમ પણ લખ્યું છે કે મને ફોલો કરો બહેન, જૂઠની પણ એક હદ હોય છે. જોકે, સોશિયલ મીડિયા યુઝર્સનો દાવો છે કે પંતે થોડા સમય પછી સ્ટોરી ડિલીટ કરી દીધી હતી. હવે આ મામલો વેગ પકડી રહ્યો છે

ક્રિકેટરો અને બોલિવૂડ સેલિબ્રિટીઝના નામ અવારનવાર જોડાયેલા હોય છે. બોલિવૂડની ઘણી અભિનેત્રીઓએ ક્રિકેટરો સાથે લગ્ન પણ કર્યા છે. બંને ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે ઘણી હિટ જોડીઓ પણ બની છે. વિરાટ કોહલી-અનુષ્કા શર્મા, ઝહીર ખાન-સાગરીગા ઘાટગે, યુવરાજ સિંહ-હેઝલ કીચ જેવી ઘણી જોડી હિટ છે. એ જ રીતે ઉર્વશી અને પંતની જોડીએ પણ 2018માં ઘણું નામ લીધું હતું. જોકે, થોડા સમય પછી પંતે ઉર્વશીને બ્લોક કર્યાના અહેવાલો આવ્યા

Most Popular

To Top