મોન્સુન શરૂ થઈ ગયું છે તેની સાથે સુરતીઓએ હવે મોન્સુનની મજા માણવાનું પણ શરૂ કરી દીધુ છે. કોઈ ફાર્મહાઉસમાં જઈને કીટ્ટી પાર્ટી અને પુલ પાર્ટીની મજા લઈ રહ્યું છે તો કોઈ ભજીયા પાર્ટીની પ્લાનીંગમાં વ્યસ્ત છે. મોન્સુનની મોસમ સાથે સુરતીઓ કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઈઝ કરવાના મુડમાં નથી. હવે માત્ર લેડીઝ જ નહીં પણ જેન્ટ્સ પણ ક્રિએટીવીટી વિથ મોન્સુનની મજા માણી રહ્યા છે. તો આવા સમયે કિટ્ટી અને પુલ પાર્ટીના શોખીન સુરતીઓ વરસાદની સાથે રોજ નવું પ્લાનિંગ કરી રહ્યા છે. હવે કિટ્ટી પાર્ટીઝ પંચાતી કરવા સુરત જ સિમિત નથી રહી. સુરતીઓ આમા પણ ક્રિએટીવીટીનો તડકો લગાવી રહ્યાં છે, તો આવો જાણીયે તેમની મોન્સુનની મજ્જેદાર પાર્ટીઓ વિશે…
- તુલસીના પાનના ભજીયા બનાવીને મોન્સુન પાર્ટી કરી : ધીરજ મોર્ય
મોન્સુનની સિઝન શરૂ થઈ ગઈ હોવાથી રોજ સવારે ધીમો ધીમો વરસાદ ચાલુ હોય છે. અમે ઓફીસમાં લંચ પર ભેગા થયા અને અચાનક પાછો વરસાદ શરૂ થયો. અમારામાંથી એક જણે ડુમ્મસ જવાનું નામ લીધું અને અમે ડુમ્મસ પાસેના એક ફાર્મ હાઉસમાં કોઈ પણ પ્રકારના પ્લાનિંગ વિના પહોંચી ગયા. સ્વિમિંગ પુલમાં નાહ્યા બાદ બધાને ખૂબ ભૂખ લાગી. આસપાસ જોયું તો બધું બંધ હતું. અમે ભજીયા બનાવવાનું વિચાર્યું. ચણાનો લોટ તો હતો પણ ભજીયામાં નાખવા માટે મેથી-મરચા કંઈ હતું નહીં. અંતે અમે ગાર્ડનમાંથી તુલસીના પાન તોડ્યા અને તુલસીના ભજીયા બનાવીને ખાધા. એમ પણ કોરોનાની સિઝનમાં તુલસીના ભજીયા સ્વાસ્થ્ય માટે પણ હેલ્ધી ગણાય છે. તુલસીના ભજીયા બધાને બહુ ભાવ્યા.
- વરસાદમાં ડાંગમાં જઈને ત્યાના ટ્રેડીશનલ ફૂડની મજા માણી : પિંકી નાણાવટી
મોન્સુનની સિઝન શરૂ થઈ કે લેડીઝની કિટ્ટી પાર્ટીની મજા બમણી થઈ ગઈ. પિંકી નાણાવટીએ તેમના લેડિઝ ગૃપ સાથે ડાંગ જઈને ક્રિટી પાર્ટીની ઉજવણી કરી હતી. તેમણે ડાંગના પ્રખ્યાત નાહરી ફૂડ જેવા કે નાગલીના રોટલા, દાલ મખણી, માટીના વાસણમાં બનાવેલી ગ્રીન સબ્જીની મજા માણી હતી. અહીંના ફૂડને એક્સપ્લોર કરવા માટે તેમણે ફોટા પાડીને તેમના ઈનસ્ટાગ્રામના પેજ પર અપલોડ કર્યા હતા. જેમાં ખાસ કરીને ડાંગમાં મહિલાઓ દ્વારા ચાલતા 6 ટ્રેડીશનલ ફૂડના ઢાબા પર જઈને અલગ અલગ ફૂડની મજા લીધી હતી અને ત્યાંની મહિલાઓને એન્કરેજ કરી હતી.
- મોન્સુનમાં વટસાવિત્રીની થીમ પર ક્રિટી પાર્ટીનું આયોજન કર્યું : ઋત્વી ડુમ્મસવાલા
મોન્સુન શરૂ થતાની સાથે જ વટસાવિત્રી વ્રતની ઉજવણી પણ શરૂ થઈ જાય છે. અમે આ મહીને વટસાવિત્રી થીમ પર કિટ્ટી પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં જે લેડીઝ સૌથી વધારે ટ્રેડિશનલ વે માં તૈયાર થઈને આવે તેના માટે સરપ્રાઈઝ ગિફ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. અમે તમામ લેડીઝે મેંહદી અને રેડ ડ્રેસમાં તૈયાર થઈને વટ સાવિત્રીની પૂજા કરી હતી. તમામ લેડીઝને પોતાના પતિ વિશે બે લાઈન બોલવા માટેનો ટાસ્ક આપવામાં આવ્યો હતો. જેમાં કોઈએ પોતાના પતિ પર શાયરી તો કોઈએ પોએમ બનાવી સંભળાવી હતી.