આણંદ : વાસદ સ્થિત એસવીઆઈટી ખાતે વૃક્ષારોપણ કરીને સરદાર વનનું સર્જન કરવામાં આવ્યું હતું. વાસદ ખાતે આવેલ એસવીઆઈટી યુનિવર્સિટીમાં ગયા વર્ષે ક્રિકેટ ગ્રાઉન્ડની ચોતરફ સાંસદ મિતેશભાઇ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેને સરદાર વન નામ આપવામાં આવ્યું હતું. આ સરદાર વનને આગળ વધારવા માટે મિતેશભાઇ પટેલ 56મી વર્ષગાંઠ નિમિત્તે 1565 વૃક્ષોનો વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. એસવીઆઈટીમાં પ્રથમ વખત જાપાનીસ મિયાવાકી પદ્ધતિથી ફૂટબોલ ગ્રાઉન્ડની ચોતરફ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમ્યાન મિતેશભાઇ પટેલ જણાવ્યું હતું કે ગત વર્ષ કરવામાં આવેલ વૃક્ષારોપણનું વિદ્યાર્થીઓને ખૂબ સારી રીતે ધ્યાન રાખ્યું છે અને આશા છે કે આજે થયેલી ઉગાડેલ 1565 વૃક્ષારોપણની પણ વિદ્યાર્થીઓ સારી રીતના માવજત કરશે. પ્રથમ મહાનુભાવોનું તુલસીના છોડ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી દેવુસિંહ ચૌહાણ (સંચાર રાજ્ય મંત્રી, ભારત સરકાર) અને ભાર્ગવ ભટ્ટ (પ્રદેશ મહામંત્રી, ગુજરાત ભાજપ) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અમિત ઠાકર (પ્રભારી, આણંદ જિલ્લા ભાજપા) ડૉ. પ્રશાંત કોરાટ ( પ્રદેશ યુવા મોરચા ભાજપા) વિગેરે હાજર રહ્યાં હતાં.