પેટલાદ : પેટલાદ એપીએમસી ખાતે અનાજ ગ્રેડીંગ મોબાઇલ એપ્લીકેશન અંતર્ગત ખેડૂતો અને વેપારીને માહિતગાર કરવામાં આવ્યાં હતાં. આ એપ્લીકેશન થકી ખેડૂતની ઉપજના ભાવ તે નક્કી કરી શકશે અને દેશના કોઇપણ ખુણા પર જઇ વેચી શકશે. આ પ્રસંગે ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન તેજસભાઈ પટેલ (જીગાભાઇ) સહિત આગેવાનો હાજર રહ્યાં હતાં.
આ અંગે તેજસભાઈ પટેલ (જીગાભાઇ)એ માહિતી આપતા જણાવ્યું હતું કે, મોબાઇલ એપ્લીકેશન મારફતે કેવી રીતે અનાજનો ગ્રેડીંગ રીપોર્ટ તૈયાર થાય અને ખેડૂતોના માલની ઉ૫જનું સાચુ મુલ્યાકંન થાય અને ખેડૂત મિત્રોને તેઓ દ્વારા ઉત્પાદન કરેલા માલનું સાચુ મુલ્ય મળે અને વેપારી મિત્રોને ખેડૂતો દ્વારા ઉત્પાદન કરેલો માલ કેવો છે ? તેની સાચી ઓળખ મળે અને તેનું સાચુ મુલ્યાંક થઇ શકે અને ભવિષ્યમાં વેપારીઓ દ્વારા ખરીદી કરેલા માલ આગળના વેપારીઓ વેચવામાં તકલીફ ન ૫ડે અને વેપારી મિત્રો તેમજ ખેડૂત મિત્રો બન્ને ફાયદાકારક છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતો પોતાની જાતે જ તેઓના માલનુ મુલ્યાંકન કરી શકશે અને તેને ઇ-નામ મારફતે ૫ણ દેશના કોઇ૫ણ ખુણામાં તેનુ વેચાણ કરી શકશે અને ખેડુતોને પોષણક્ષમ ભાવ મળી રહેશે. તેઓનું શોષણ થતું અટકશે.
પેટલાદ એપીએમસી ખાતે અનાજ ગ્રેડીંગ મોબાઇલ એપ્લીકેશન અંગે તાલુકાના ખેડૂતો તેમજ વેપારીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત પ્રદેશ સહકારી સેલ, ભાજ૫ના સદસ્ય અને ધી ખેડા જીલ્લા મઘ્યસ્થ સહકારી બેંકના ચેરમેન તેજસભાઇ ૫ટેલ (જીગાભાઇ) તથા માજી સાંસદ અને ગુજરાત ટોબેકો ગ્રોવર્સ ફેડરેશન લી. આણંદના ડિરેક્ટર લાલસિંહ વડોદિયા તથા એપીએમસી પેટલાદના ચેરમેન સંદી૫ભાઇ ૫ટેલ કે.ડી.સી.સી બેંક નડીયાદના ડીરેકટર ભરતભાઇ ૫ટેલ તેમજ ગુજરાત ટોબેકો ગ્રોવર્સ ફેડરેશન લી.ના ડીરેકટર તથા પેટલાદ એપીએમસીના ડીરેકટર તથા ધી પેટલાદ સોજીત્રા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના ડીરેકટર્સ ખેડૂતો તથા વેપારી મિત્રો હાજર રહ્યાં હતાં.