SURAT

સી.આર. ના પુત્ર જિગ્નેશ પાટીલની યુનિવર્સિટીના રાજકારણમાં એન્ટ્રી

સુરત (Surat): વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની (Veer Narmad South Gujarat University ) સેનેટની (Senet) 32 બેઠકો પર ચૂંટણી (Election) યોજવા માટે 14 મી ઓગસ્ટની જાહેરાત કરતા જ ચૂંટણીને લઇને યુનિવર્સિટીનું રાજકારણ (Politics) ગરમાયુ છે. જે મતદાતાઓ (Voters) મતદાન મથક બદલવું હોય કે બે મતદાર વિભાગમાંથી એકની પસંદ કરવા માટે સમય આપવામાં આવ્યો છે.

નર્મદ યુનિવર્સિટી દ્વારા છેલ્લા ઘણા વખતથી સેનેટની ચૂંટણીને લઇને તારીખોની વાત સંભળાતી હતી. જેમાં થોડા સમય પહેલા એબીવીપી દ્વારા આવેદનપત્ર આપી ઝડપથી તારીખ જાહેર કરવા માંગ કરી હતી. આ માંગ વચ્ચે આજે નર્મદ યુનિવર્સિટી દ્વારા સેનેટની 32 બેઠકો માટે આગામી 14 મી ઓગસ્ટ નક્કી કરાઇ છે. આ તારીખ સાથે જ એક થી વધુ મતદાર વિભાગમાં જેઓ મતદાર તરીકે નોંધાયેલા છે. તેવા મતદારોએ સાત દિવસમાં એેટલે કે 22 મી જુન સુધીમાં પસંદગીના ફકત એક મતદાર વિભાગમાં નોંધણી ચાલુ રાખવા માટે યુનિવર્સિટીને જાણ કરવાની રહેશે.

નોંધાયેલા સ્નાતકોના મતદાર વિભાગના મતદારો પૈકી કોઇ મતદાર તેને ફાળવેલા મતદાન કેન્દ્ર સિવાય અન્ય માન્ય કરેલા મતદાન કેન્દ્ર પર મતદાન કરવા ઇચ્છતા હોય તો ચૂંટણીની તારીખ પહેલા 19 મી જુલાઇ સુધી લેખિત સંતોષકારક કારણો આધાર પુરાવા સહિત રજુઆત કરવાના રહેશે. 19 મી જુલાઇ સુધીમાં મતદાર યાદીમાં કોઇ ભુલ અથવા ખોટી નોંધ થઇ હશે તો સુધારો કરાવી શકાશે. હવે આ ચૂંટણીમાં એક નવો ખુલાસો થયો છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના પુત્ર જીગ્નેશ પાટીલે યુનિવિર્સિટીના રાજકારણમાં એન્ટ્રી કરી છે. જીગ્નેશ પાટીલ અને ડો. કશ્યપ ખરચિયા આજે યુનિવર્સિટી ખાતે તેમનું ઉમેદવારી પત્રક ભરશે.

આ અંગે ડો. મહેન્દ્ર પટેલના જણાવ્યા અનુસાર આ બંનેના નામ ડોનરની બેઠક ઉપર જાહેર કરવામાં આવ્યા છે. યુનિવર્સિટીમાં કુલ 103 ડોનર સભ્યો છે. જેમાંથી મોટે ભાગના ડોનર્સે જિગ્નેશ પાટીલ અને ડો. કશ્યપ ખરચિયા ઉપર તેમની પસંદગી ઉતારી છે. આ બંને બિનહરીફ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. આ પહેલા ગઇ ટર્મમાં ડોનર બેઠક ઉપરથી સંજય દેસાઇ અને કે.એન. પણ બિનહરીફ જ રહ્યાં હતાં. જિગ્નેશ પાટીલ એક એનજીઓ અને સુરતના જુદા જુદા સ્પોર્ટર્સ એસોસિએશન સાથે સંકળાયેલા છે. જો કે, હવે તેમણે યુનિવર્સિટીના રાજકારણમાં એન્ટ્રી કરીને રાજકારણના પહેલા પગથિયા ઉપર પગ મૂકી દીધો છે.

ABVPના સેનેટ ચૂંટણીના ઉમેદવાર

  • કોમર્સ:પ્રધુમન જરીવાલા
  • આર્ટસ: કનુ ભરવાડ
  • એજ્યુકેશન: ભાર્ગવ રાજપૂત
  • મેનેજમેન્ટ: દિશાન્ત
  • સાયન્સ: અમિત
  • કોમ્પ્યુટર સાયન્સ: ગણપત ભાઈ
  • ભાવિન ભાઈ
  • આર્કિટેક: ભુવેનેશ
  • હોમિયો: ડો. સતીશ પટેલ
  • મેડિકલ: ડો. ચેતન પટેલ
  • ડોનર : ડો.કશ્યપ ખરચિયા.
  • ડોનર : જીગ્નેશ પાટીલ.

Most Popular

To Top