Business

મહુધામાં ગૌવંશ કતલનું નેટવર્ક: 8 કસાઇ ફરાર

આણંદ : મહુધા પોલીસે વ્હેલી સવારે ચકલી વિસ્તારમાં પાડેલા દરોડામાં ગૌવંશ કતલનું મસમોટું નેટવર્ક બહાર આવ્યું છે. આ સંદર્ભે પોલીસે આઠ ખાટકી સામે ગુનો નોંધ્યો છે. જ્યારે ત્રણેક ગૌવંશને બચાવી લીધાં છે. આ ઉપરાંત 180 કિલો માંસ, લોખંડના છરા, છરી કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહુધા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી. કે. ભરવાડને બાતમી મળી હતી કે, મહુધા ચકલીમાં કસાઇવાડા ખાતે સલીમહુસેન ઉર્ફે બોખો સાબીરહુસેન કુરેશી સહિતના શખસો કસાઇવાડામાં આવેલી ઓરડીઓમાં ગૌવંશનું કતલ કરવાના ઇરાદે ગાય, વાછરડા લાવ્યાં છે.

આ બાતમી આધારે પીએસઆઈ જી. કે. ભરવાડે ટીમ બનાવી રવિવારની વ્હેલી સવારે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં બાજુબાજુમાં આવેલી બે ઓરડીમાં સાતથી આઠ જેટલા માણસો પશુઓનું કટીંગ કરી રહ્યાં હતાં. આથી, તેમની તુરંત અટક કરી પુછપરછ કરતાં તેઓ ગલ્લા તલ્લા કરવા લાગ્યાં હતાં અને કોઇ સંતોષકારક જવાબ આપી શક્યાં નહતાં. આથી, સ્થળ પર જ આઠેયની શખસ ઉશ્કેરાઇ ગયા હતા અને પોલીસને ધમકીભરી ભાષામાં વાત કરવા લાગ્યાં હતાં. હજુ પોલીસ કોઇ પગલા ભરે તે પહેલા તેઓ ભાગી ગયાં હતાં.

જોકે, ગૌવંશ બચાવવાના હોવાથી પોલીસે પીછો કરવાના બદલે જગ્યા પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ઓરડીની અંદર આગળના ભાગે પશુધન કતલ કરેલું 180 કિલોગ્રામ માંસ ક્ષત વિક્ષત હાલતમાં પડેલું જોવા મળ્યું હતું. બન્ને ઓરડીમાંથી ચાર લોખંડના ધારદાર છરાં, ત્રણ લોખંડની ધારદાર છરી, બે લાકડાનો ગોળ આકારના ટુકડા ઉપરાંત બે વાછરડાં ક્રૂરતાપૂર્વક દયનીય હાલતમાં કતલના ઇરાદે બાંધેલા જોવા મળ્યાં હતાં. આ ઉપરાંત બીજી ઓરડીમાં પણ એચએફ નસલની ગાય, બે પાડા, એક પાડી ક્રૂરતાપૂર્વક દયનીય હાલતમાં મળી આવ્યાં હતાં. જ્યારે નજીકના મકાનમાંથી વીસેક કિલો જેટલું માંસ કોથળામાં ભરેલું મળ્યું હતું. આથી, પોલીસે કુલ 33 હજારનો મુદ્દામાલ જપ્ત કરી ભાગી ગયેલા કસાઇઓને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યાં છે.

કોની કોની સામે ગુનો નોંધાયો ?
સલીમહુસેન ઉર્ફે બોખો સાબીરહુસેન કુરેશી
સલીમહુસેન ઉર્ફે કાલીયો સલીમહુસેન કુરેશી
મોહસીનહુસેન સીદ્દીકહુસેન કુરેશી
મહેબુબહુસેન સાબીરહુસેન કુરેશી
મુસ્તાકહુસેન ઉર્ફે મુસો પલેડી
સાબીરહુસેન અબ્દુલકરીમ કુરેશી
સોકતહુસેન મુસ્તાકહુસેન કુરેશી
જાવેદહુસેન ગુલામહુસેન કુરેશી

આઠેય કસાઇએ પોલીસ સામે રોફ ઝાડી ધક્કો મારી ભાગી ગયાં
મહુધા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી. કે. ભરવાડ સહિતની ટીમે આઠેય કસાઇની અટક કરી કાર્યવાહી શરૂ કરતાં તેઓ ઉશ્કેરાઇ ગયાં હતાં અને ધમકીભરી ભાષામાં પોલીસને જગ્યા છોડી જતા રહેવા તેમજ અહીં ફરીથી નહીં આવવા ધમકી આપવા લાગ્યાં હતાં. આથી, પોલીસે તેમને કોર્ડન કરતાં તેઓ ધક્કા મુકી કરી ભાગી ગયાં હતાં.

Most Popular

To Top