SURAT

સુરતમાંથી 150 કિલો ગૌ માંસ પકડાયું, ગૌ રક્ષકોએ કહ્યું, કસાઈઓની દુકાન પર બુલડોઝર ફેરવી દો..

સુરત(Surat): પ્રતિબંધ હોવા છતાં ગૌ માંસ (Beef) વેચાય છે અને ખાવામાં આવી રહ્યું છે. ગૌ વંશના રક્ષા કરતી સેવાભાવી સંસ્થાઓની જાગૃતિના લીધે ક્યારેક ક્યારેક ગૌ માંસ ઝડપાઈ જાય છે. આવી જ એક ઘટના આજે તા. 1 માર્ચની સવારે સુરત શહેરમાં બની છે.

આજે સવારે ગૌ રક્ષકોને એવી બાતમી મળી હતી કે કેટલાંક તત્ત્વો દ્વારા ગૌ માંસનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. તેથી ગૌ રક્ષકો, વિશ્વ હિન્દુ પરિષદના (VHP) કાર્યકર્તાઓએ સાથે મળી પોલીસને જાણ કરી હતી. તેથી પોલીસ હરકતમાં આવી અને પંચને સાથે રાખી દરોડા પાડી ગૌ માંસનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

વધુમાં મળતી માહિતી અનુસાર ભેસ્તાન પોલીસે કુલ 150 કિલો ગૌ માંસનો જથ્થો પક્ડયો છે. આ ગેરકાયદે જથ્થા સાથે બે આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી ભાગી છૂટ્યો છે. તેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

ગૌ રક્ષક ગભરૂ ભરવાડે કહ્યું કે, મને આજે સવારે એવી માહિતી મળી હતી કે ઉન પાટિયા વિસ્તારમાં ગૌ હત્યા કરી કસાઈઓ ગૌ માંસ વેચી રહ્યાં છે. તેથી વીએચપીના કાર્યકર્તાઓ અને ભેસ્તાન પોલીસે સાથે મળીને દરોડા પાડ્યા હતા. ત્યાં બે કસાઈ અને 150 કિલો ગૌ માંસ પકડાયું છે.

મોહંમદ, અન્સાર શેખ, મુસ્તાક મસ્તાન શેખ કસાઈઓ અવારનવાર ગૌ હત્યા કરી ગૌ માંસ વેચવા માટે કુખ્યાત છે. ઉન પાટિયામાં ભાડેની દુકાન રાખી ગૌ હત્યા કરી ગૌ માંસ વેચતા હતા. એક કસાઈ પકડાઈ ગયા હતા. ગૌ માંસ વેચનારા કસાઈઓના દુકાનો પર બુલડોઝર ચલાવવું જોઈએ.

આ મામલે વિશ્વ હિન્દુ પરિષદ ઉધનાના અધ્યક્ષ સુરેશ સીંગ રાજપુતે કહ્યું કે, ગૌ રક્ષક ગભરુ ભરવાડને બાતમી મળી હતી. તેમની જાગૃતિને પગલે ગૌ માંસ પકડી શકાયું છે. વીએચપીના કાર્યકર્તાઓ અને પોલીસની સતર્કતાના લીધે ગૌ માંસ પકડી શકાયું છે.

Most Popular

To Top