Columns

કોવિશીલ્ડ વેક્સિનની ફેક્ટશીટમાં ચોંકાવનારી વાતો લખવામાં આવી છે

આપણા દેશમાં આરોગ્યકર્મીઓને અને ફ્રન્ટલાઈન વર્કરોને કોરોનાની વેક્સિન આપવાનો કાર્યક્રમ પૂરજોશમાં ચાલી રહ્યો છે. રસી લેનારી દરેક વ્યક્તિને એક ફેક્ટશીટ વાંચવા માટે આપવામાં આવે છે, જેમાં રસી બાબતમાં જરૂરી માહિતીઓ આપવામાં આવી હોય છે. આ ફેક્ટશીટ અંગ્રેજી તથા હિન્દી ભાષામાં હોય છે.

રસી લેનારા તમામને આ બે પૈકી એક ભાષા આવડતી હોય તેવું જરૂરી નથી. રસી આપનાર ડોક્ટર કે નર્સની ફરજ છે કે તેણે રસી લેનારને ફેક્ટશીટ સમજાવવી જોઈએ અને તેના મનમાં કોઈ સવાલો હોય તો તેના જવાબો પણ આપવા જોઈએ. આ રીતે વેક્સિન બાબતમાં તમામ હકીકતો જાણ્યા પછી તે વ્યક્તિ છાપેલાં કન્સેન્ટ ફોર્મ પર સહી કરે તો તેને વેક્સિન આપવાની હોય છે.

જો કે વ્યવહારમાં જોવા મળ્યું છે કે રસી લેનારને તમામ માહિતી આપવામાં આવતી નથી. વળી ફેક્ટશીટ વાંચીને તેનો અર્થ સમજવાની દરેકની ક્ષમતા હોતી નથી. તેવા તમામ લોકો માટે કોવિશીલ્ડની ફેક્ટશીટમાં આપેલી વિગતોની સમજૂતી અહીં આપવામાં આવી છે.

(૧)  ફેક્ટશીટના પ્રથમ વાક્યમાં જ લખવામાં આવ્યું છે કે કોવિશીલ્ડની મંજૂરી કટોકટીમાં મર્યાદિત ઉપયોગ માટે જ આપવામાં આવી છે. અર્થાત્ આ રસી બધા લોકો માટે નથી. વળી તે સામાન્ય સંયોગોમાં લેવાની રસી પણ નથી. અહીં ‘મર્યાદિત’ શબ્દનો ફોડ પાડવામાં આવ્યો નથી. મર્યાદિત એટલે મર્યાદિત ક્ષેત્ર, મર્યાદિત કાળ કે મર્યાદિત સંખ્યા? તે સમજાતું નથી. વળી કટોકટીની વ્યાખ્યા શું? તે પણ સ્પષ્ટ થતું નથી. શું આખા ભારતમાં કટોકટી છે? આ કટોકટી કેટલા કાળ માટે રહેવાની છે? આ રસીની મંજૂરી કેટલા કાળ માટે આપવામાં આવી છે? તે સમજાતું નથી.

(૨)  ફેક્ટશીટમાં આગળ જતાં લખવામાં આવ્યું છે કે ‘‘આ રસી લેવાથી તમે કદાચ કોવિડ-૧૯ થી બચી શકશો.’’ અહીં કદાચ શબ્દ બહુ મહત્ત્વનો છે. રસીના ઉત્પાદક જ કબૂલ કરે છે કે આ રસી લેવાથી તમે કોવિડ-૧૯ થી બચી શકશો, તેની કોઈ ગેરન્ટી અમે આપતા નથી.

(૩) આ બાબતમાં હજુ કોઈને શંકા હોય તો આગળ જતાં ફેક્ટશીટમાં લખવામાં આવ્યું છે કે ‘‘બની શકે કે કોવિશીલ્ડ તમામને સુરક્ષા આપી શકશે નહીં.’’ રસીના ઉત્પાદકની વાત બહુ સ્પષ્ટ છે. જો તમે રસી લ્યો તો તમને કોવિડ-૧૯ થી સુરક્ષા આપવાની ગેરન્ટી રસી બનાવતી કંપની આપતી નથી. મતલબ કે તમે રસી લીધા પછી પણ કોવિડ-૧૯ નો ભોગ બની શકો છો. વળી રસી લેનારા તમામને સુરક્ષા આપવાની જવાબદારી કંપની લેતી નથી. તો આપણે રસી શા માટે લેવી જોઈએ?

(૪) કોવિશીલ્ડ રસી લેનારી દરેક વ્યક્તિને કોવિડ-૧૯ સામે સંરક્ષણ મળી ન શકે, તેવું તો કંપની કબૂલ કરે છે, પરંતુ તેના દાવા મુજબ રસી લેનારી કેટલીક વ્યક્તિને સંરક્ષણ મળી શકે છે. આવું સંરક્ષણ કેટલા ટકા લોકોને મળશે, તેનો ફોડ પણ ફેક્ટશીટમાં પાડવામાં આવ્યો નથી. આ સંરક્ષણ રસી લેનારા એક ટકાને કે ૧૦ ટકાને પણ મળી શકે છે.

કંપની તે બાબતમાં મૌન છે. વળી જે ગણતરીનાં લોકોને રસીથી સંરક્ષણ મળશે તે કેટલા દિવસ, મહિના કે વર્ષ માટે હશે? તેનો પણ ફોડ ફેક્ટશીટમાં પાડવામાં આવ્યો નથી. ફેક્ટશીટમાં લખવામાં આવ્યું છે કે ‘‘કોવિડ-૧૯ થી સુરક્ષાના સમયગાળાની હાલ કોઈ માહિતી નથી.’’ મતલબ કોવિશીલ્ડ લીધા પછી તેની અસર એક દિવસ માટે જ રહી શકે છે, એક મહિના માટે રહી શકે છે કે એક વર્ષ માટે પણ રહી શકે છે. તેટલા સમય પછી ફરી રસી લેવી પડશે. તેનો ફાયદો થાય તેની પણ કોઈ ગેરન્ટી કંપની આપતી નથી.

(૫) કોવિશીલ્ડ રસીનો ફાયદો કેટલો ટકશે? તેની કોઈ માહિતી કંપની પાસે નથી; પણ તેની સંભવિત આડઅસરો બાબતમાં માહિતી જરૂર છે. ફેક્ટશીટમાં લખ્યા મુજબ રસી લેનારને નીચે મુજબની તકલીફો થઈ શકે છે :  ઈન્જેક્શન મૂકવામાં આવ્યું હોય એ સ્થાને દબાણ આપવાથી દુ:ખાવો, ઉષ્ણતા, લાલાશ, ખંજવાળ, સોજો અથવા ઘા, તબિયત સામાન્યત: નાદુરસ્ત લાગવી, થાક અનુભવવો, ધ્રૂજારી અથવા તાવનો અનુભવ,માથું દુખવું, શારીરિક અસ્વસ્થતા, સાંધાઓમાં અથવા સ્નાયુઓમાં કળતર, ચક્કર આવવાં,  ભૂખ ન લાગવી, પેટમાં દુખાવો, ગ્રંથિઓમાં સોજો, વધુ પડતો પરસેવો, નબળાઇ વગેરે. આ પ્રકારની આડઅસરોને સામાન્ય ગણવામાં આવે છે. 

(૬) સામાન્ય આડઅસરોની માહિતી આપતાં ફેક્ટશીટમાં ખતરનાક વાત લખવામાં આવી છે કે ‘‘કદાચ ઉપરોક્ત આડઅસરો કોવિશીલ્ડ સંબંધિત સંભવિત આડઅસરોની સંપૂર્ણ યાદી નથી. તેની ગંભીર અને અણધારી આડઅસરો પણ થઈ શકે છે.’’ આ ગંભીર અને અણધારી આડઅસરો કઈ? તેનો ફોડ પાડવામાં આવ્યો નથી; પણ તેમાં મરણનો પણ સમાવેશ થઈ જાય છે.

(૭) કોવિશીલ્ડ રસીની ફેક્ટશીટમાં સવાલ પૂછવામાં આવ્યો છે કે ‘‘મને કોવિશીલ્ડ રસીને કારણે કોવિડ-૧૯ નો ચેપ લાગી શકે છે?’’ કંપની દ્વારા જ તેનો જવાબ આપવામાં આવ્યો છે કે ‘‘કોવિશીલ્ડ રસીમાં સાર્સ-કોવ-૨ વાયરસની હાજરી નહીં હોવાથી કોવિડ-૧૯ નો ચેપ લાગી શકતો નથી.’’ તબીબી વિજ્ઞાનની દૃષ્ટિએ આ ખૂબ ચોંકાવનારી વાત છે.

સામાન્ય રીતે આપણે જે રોગની રસી લેતા હોઈએ તેમાં તે રોગના નબળા પાડેલા વાયરસ નાખવામાં આવ્યા હોય છે. આ વાયરસ જ આપણામાં તે રોગ સામે લડવાની ક્ષમતા પેદા કરે છે. કોવિશીલ્ડની ફેક્ટશીટમાં જણાવવામાં આવ્યું છે કે તેમાં સાર્સ-કોવ-૨ નામનો વાયરસ નથી. તો સવાલ એ થશે કે તો પછી રસીમાં ક્યો વાયરસ છે? શું તેમાં સાર્સ-કોવ-૨ સિવાયનો કોઈ વાયરસ નાખવામાં આવ્યો છે? તે ક્યો વાયરસ છે? શું ફાઈઝરની રસીની જેમ કોવિશીલ્ડ પણ કોઈ વાયરસ વગર બનાવવામાં આવી છે? શું તેમાં પણ એમઆરએનએ ટેકનિક વાપરવામાં આવી છે? તેનો ફોડ પાડવામાં આવ્યો નથી.

(૮) ફેક્ટશીટમાં જણાવ્યા મુજબ નીચેના સંયોગોમાં રસી મૂકાવવી જોઈએ નહીં :

‘‘• જો આપને કોઈ દવા, અન્નપદાર્થ, કોઈ રસી અથવા કોવિશીલ્ડની કોઈ પણ સામગ્રીને કારણે ગંભીર એલર્જી  થાય, • જો આપ તાવપીડિત છો. • જો આપને રક્તસ્રાવ સંબંધિત વિકાર છે અથવા આપ રક્ત પાતળું થવાની કોઈ દવા લઈ રહ્યા છો. • જો તમારી પ્રતિરોધ ક્ષમતા ઓછી છે અથવા આપ એવી કોઈ દવા લઈ રહ્યા છો, જે તમારી પ્રતિરોધ ક્ષમતાને અસર કરે છે, • જો આપ ગર્ભવતી છો અથવા ગર્ભ ધારણ મુદ્દે વિચારી રહ્યાં છો. • જો આપ સ્તનપાન કરવો છો.’’  ફેક્ટશીટમાં આ વાત સ્પષ્ટપણે લખવામાં આવી છે. માટે રસી લેતા પહેલાં ફેક્ટશીટ વાંચી લેવી બહુ જરૂરી છે.

(૯) ફેક્ટશીટમાં સવાલ કરવામાં આવ્યો છે કે ‘‘જો મારે કોવિશીલ્ડની રસી ન મૂકાવવી હોય તો?’’ તેનો જવાબ કંપની દ્વારા આપવામાં આવ્યો છે કે ‘‘ એ તમારી ઇચ્છા પર આધારિત છે કે તમારે કોવિશીલ્ડની રસી મૂકાવવી છે કે નહીં? ’’ મતલબ કોવિશીલ્ડ બનાવતી કંપની તમારા પર જરાય દબાણ કરતી નથી કે તમારે રસી મૂકાવવી જ જોઈએ.

ભારત સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા પણ પરિપત્ર બહાર પાડીને સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોવિડ-૧૯ ની રસી સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે. માટે જો કોઈ સંસ્થા, કંપની કે સરકારી ખાતાં દ્વારા પણ તેમના કર્મચારીઓ ઉપર રસી લેવા માટે દબાણ કરવામાં આવતું હોય તો તે ગેરકાયદે છે અને અનૈતિક પણ છે. જો તમે કન્સેન્ટ ફોર્મ પર રાજીખુશીથી સહી નહીં કરો તો તમને દુનિયાની કોઈ તાકાત પરાણે કોઈ રસી આપી શકશે નહીં.

–  લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.                          

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top