રાજ્યમાં કોરોનાની રફતાર ધીમી પડી જવા પામી છે. રવિવારે રાજ્યમાં કોરોનાના નવા 1871 કેસો નોંધાયા છે. જ્યારે 25 દર્દીઓએ દમ તોડ્યો છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસ વધીને 8,07,488 થઈ ગયા છે.રવિવારે રાત્રે આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મનપામાં 237, વડોદરા મનપામાં 216, સુરત મનપામાં 139, રાજકોટ મનપામાં 114, જામનગર મનપામાં 47, જુનાગઢ મનપામાં 35, ભાવનગર મનપામાં 27 અને ગાંધીનગર મનપામાં 15 કેસોનો સમાવેશ થાય છે. જયારે રાજયના અન્ય જિલ્લાઓમાં 1041 કેસો નોંધાયા છે. આ સાથે રાજયમાં કોરોનાના કુલ કેસો વધીને 8.07 લાખ થી જવા પામી છે. બીજી તરફ સારવાર દરમિયાન સૌથી વધુ અમદાવાદ મનપામાં 5 દર્દી સાથે રાજ્યમાં વધુ 25 દર્દીના મોત થાય છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 9815 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.
હાલમાં રાજ્યમાં સારવાર હેઠળ 35403 દર્દીઓ છે. જે પૈકી 521 દર્દીઓ વેન્ટિલેટર પર છે. અન્ય 34882 દર્દીઓની તબિયત સ્થિર છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 5146 દર્દીને સારવાર દરમ્યાન રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં રાજયમાં 7,62,270 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રવિવારે 18થી 45 વર્ષ સુધીના 111843 લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ છે. જ્યારે 45 વર્ષ સુધી લોકોને 43874 પ્રથમ ડોઝ અને 45 વર્ષથી ઉપરના 21555 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. આ રીતે રાજ્યમાં રવિવારે 183070 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.