Gujarat

રાજ્યમાં કોરોનાના માત્ર 10 દર્દી જ વેન્ટિલેટર પર, નવા 70 કેસ

રાજયમાં હવે કોરોના ખતમ થવાની તૈયારીમાં છે. આજે રવિવારે રાજયમાં 70 કેસો નોંધાયા હતા. જયારે સારવાર દરમિાયન રાજયમાં બે દર્દીના મોત થયા છે. આ સાથે રાજયમાં કોરોનાના કુલ 8.23 લાખ કેસો નોંધાયા છે. આજે સાંજે ગાંધીનગરમાં આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજયમાં છેલ્લા 24 કલાકમાં 70 કેસો નોંધાયા છે. જે પૈકી અમદાવાદ મનપામાં 19 કેસો, સુરત મનપામાં 10, રાજકોટ મનપામાં 8, વડોદરા મનપામાં 3, ભાવનગર મનપામાં 1, ગાંધીનગર મનપામાં 1 અને જામનગર મનપામાં 1 કેસ નોંધાયો છે. વિતેલા 24 કલાકમાં અમદાવાદ મનપામાં 1 અને જુનાગઢમાં 1 એમ આજે બે દર્દીનાં મોત થયાં છે. આ સાથે રાજયમાં કોરોનાના કુલ 8.23 લાખ કેસો નોંધાવવા પામ્યા છે.

રાજયમાં હાલમાં કુલ 2467 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 10 દર્દી વેન્ટિલેટર પર છે. જયારે અન્ય 2457 દર્દીઓની સ્થિતિ સ્થિર છે.આજે સારવાર દરમ્યાન રાજયમાં 128 દર્દીઓને સ્વાસ્થ્યમાં સુધારો થતાં રજા આપી દેવાઈ હતી. અત્યાર સુધીમાં રાજયમાં 811297 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જયારે અત્યાર સુધીમાં કુલ 10069 દર્દીઓનું મૃત્યુ થયુ છે.

Most Popular

To Top