રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 19 કેસ નોંધાયા છે. બીજી તરફ 2 મનપા અને 30 જિલ્લાઓમાં એકપણ નવો કેસ નોંધાયો નથી. આજે કોરોનાના સૌથી વધુ કેસ સુરત, વડોદરા, અમદાવાદ મનપામાં 4-4, અમરેલીમાં 2, જ્યારે ગાંધીનગર મનપા, ગીર સોમનાથ, જામનગર ગ્રામ્ય, વડોદરા ગ્રામ્ય અને રાજકોટ મનપામાં 1-1 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 196 થઈ છે, જેમાંથી 04 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 192 દર્દીઓ સ્ટેબલ છે. આજે 27 દર્દીઓ સાજા થતાં થયા છે. અત્યાર સુધી 8,14,747 દર્દીઓ સાજા થયા છે. જ્યારે સાજા થવાનો રીકવરી રેટ 98.75 ટકા રહ્યો છે.
આજે 130 હેલ્થ કેર વર્કર અને ફન્ટ લાઈન વર્કર પ્રથમ ડોઝ (અત્યાર સુધીમાં કુલ 19,65,755) અને 6,756ને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. (અત્યાર સુધીમાં કુલ 15,29,681), જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 1,24,440ને પ્રથમ ડ(અત્યાર સુધીમાં કુલ 1,27,85,869) અને બીજો ડોઝ 68,445 વ્યક્તિને આપવામાં આવ્યો હતો ( અત્યાર સુધીમાં કુલ 63,86,314) તેવી જ રીતે 18-45 વર્ષ સુધીના 3,76, 443ને પ્રથમ ડોઝ (અત્યાર સુધીમાં કુલ 1,26,96,568) અને બીજો ડોઝ 25,506 વ્યક્તિને અપાયો હતો આમ (અત્યાર સુધીમાં કુલ 8,31,830) શનિવારે સાંજ સુધીમાં કુલ 6,01,720 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 3,61,96,017 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.