રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 33 કેસો નોંધાયા છે. જ્યારે સારવાર દરમ્યાન અમદાવાદ મનપામાં એક દર્દીનું મૃત્યુ થયું છે. હાલમાં રાજ્યમાં 493 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 5 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 488 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 8,24,493 સુધી પહોંચી ગયા છે. રવિવારે રાત્રે ગાંધીનગરમાં આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે વડોદરા મનપા વિસ્તારમાં 5, અમદાવાદ મનપામાં 4, સુરત મનપામાં 4, જામનગર મનપામાં 2 અને જુનાગઢ મનપામાં 1 કેસ નોંધાયો છે. 3 મનપા વિસ્તાર અને 23 જિલ્લાઓ એવા છે કે જેમાં એક પણ કેસ નોંધાયો નથી. છેલ્લા 24 કલાકમાં રાજયમાં 71 દર્દીઓ સાજા થઈ જતાં તેઓને રજા આપી દેવાઈ છે. જેના પગલે દર્દીઓનો સાજા દર વધીને 98.72 ટકા થયો છે. જયારે અત્યાર સુધીમાં રાજયમાં 813924 જેટલા દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જયારે અત્યાર સુધીમાં 10076 દર્દીઓનું મૃત્યુ થયુ છે.
કોરોનાના કેસોમાં સતત ઘટાડો, નવા 33 કેસો નોંધાયા : અમદાવાદમાં એકનું મોત
By
Posted on