પાદરા, તા.24
પાદરાના ભોજ ગામે પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે હિંદુઓના ઝંડા કાઢી નાખી બપોરે નીકળેલી રામજી ની શોભા યાત્રા પર નગીના મસ્જિદ પાસેથી પસાર થતી વખતે ગાળો બોલી ઉશ્કેરીની જનક ટિપ્પણીઓ કરી પથ્થરમારો કરતા શોભાયાત્રામાં સવાર 8 વ્યક્તિને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. જે સંદર્ભે પોલીસે 16 નામજોગ ઈસમો મળી કુલ 26 ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી જે સંદર્ભે 26 પૈકી 1 મહિલા નું નામ ખુલતા પોલીસે 1 મહિલા સહિત 14 ઇસમોને રાઉન્ડ અપ કરી જેલ ભેગા કર્યા હતા અને કાયદેસરની કાર્યવાહી કરી હતી તેમજ કોર્ટ માં રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી કોર્ટ માં રજૂ કર્યા હતા. મોદી સાંજે 14 વ્યક્તિ ના દિવસના રિમાન્ડ પોલીસે મેળવ્યા હતા.
પાદરના ભોજ ગામે શ્રી રામની શોભા યાત્રા પર થયેલા પથ્થર મારા ની ઘટના બાદ આજે વડોદરા રેન્જ આઇજી સંદીપ સિંઘ બનાવ સંદર્ભે સ્થળની મુલાકાત લીધી હતી. સાથે વડોદરા જિલ્લા પોલીસ વડા રોહન આનંદ સહીત ડીવાયએસપી અને એસઓજી અને એલસીબી સહિત પોલીસ નો કાફલો ભોજ ગામે પહોંચ્યો હતો. ભોજ ગામે રેન્જ આઇજીએ બનેલા બનાવ અંગે ચર્ચા કરી હતી. રાઉન્ડ અપ કરેલ આરોપીઓના નામ ૧.મહેબૂબ ઉર્ફે પલો કાસમ મલેક, ૨.ફારૂક મહમદ રાઠોડ, ૩. અનવર ઉર્ફે અનીશ પ્રતાપ વાઘેલા, ૪.ઇશાક ઇસ્માઇલ રાઠોડ, ૫.મુદતસર ઉર્ફે મુદો કાળીયો મુસ્તાક રાઠોડ, ૬.આરીફ ઇસ્માઇલ રાઠોડ, ૭.ફેઝાન યુસુબ રાઠોડ, ૮. સોહિલ ઉર્ફે સમીર બચુ વાઘેલા, ૯. સિકંદર અહેમદ ચૌહાણ, ૧૦.રફીક ઇબ્રાહિમ ઉર્ફે ડબલ રાઠોડ, ૧૧.અલ્તાફ કાળુભાઇ રાઠોડ, ૧૨. તોસિફ ઉર્ફે ભોળું રજૂ રાઠોડ, ૧૩. ઇરફાન ઉર્ફે ગતો ઇસ્માઇલ રાઠોડ મળી એક મહિલાનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત તા. રર જાન્યુઆરીના રોજ પાદરાના ભોજ ગામે યાત્રા નીકળી હતી ત્યારે ત્યાના રહિશોએ યાત્રા પર પથ્થર મારો કર્યો હતો. આ બનાવના ભાગરુપે પોલીસે કુલ 14 આરોપીઓને પકડી કારદેસરની કાર્યવાહી કરી હતી. મોડી સાંજે કોર્ટમાં રજુ કરતા કોર્ટે આ તમામ આરોપીઓના રીમાંડ મંજૂર કરી આપ્યા હતા. પોલીસનું આજરોજ તમામ કાફલો ભોજ ગામે
ગયો હતો.
ભોજ ગામની ઘટનામાં 14 આરોપીઓને કોર્ટે રિમાંડ મંજૂર કર્યા
By
Posted on