વડોદરા : ફતેગંજના મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં ચાલતા લંચબોક્ષ કાફેમાં સયાજીગંજ પોલીસ દ્વારા રેડ કરી કપલ બોક્સમાં બેસેલા યુવક-યુવતીઓ સહિત લંચ બોક્સના રિસેપ્શનિસ્ટ તથા લંચ બોક્સના સંચાલકની અટકાયત કરાઈ હતી. ફતેગંજ વિસ્તારમાં આવેલ મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં લંચ બોક્સ કેફેમાં સ્પષ્ટ જોઈ ન શકાય તેવા બોક્સમાં કપલને બેસાડતા સયાજીગંજ બાતમીના આધારે રેડ કરીને લંચ બોક્સના સંચાલક સહિત બેની અટકાયત કરાઈ હતી. તદુપરાંત કાફેમાં પણ સીસીટીવી કેમેરાનો અભાવ હોય પોલીસે સંચાલક અને રિસેપ્શનિસ્ટને જાહેરનામાનો ભંગ બદલ અટકાયત કરાઈ હતી.
જ્યારે કપલ બોક્સમાં બેસેલા કપલોને છોડી મુકાયા હતા. આમ શહેરની કેટલીક હોટલો તથા રેસ્ટોરન્ટ કપલ બોકસ ઉભા કરીને અસામાજીક પ્રવૃતિઓને વધુ પડતો વેગ મળે તેઓ કાર્ય થતું હોવાની વિગતો સપાટી પર આવી છે બોક્સમાં અશ્લિલ કૃત્ય તથા નશીલા દ્રવ્યોનું સેવનની પણ શક્યતાઓ નકારી શકાય નહીં તેમજ નાની ઉંમરના યુવક-યુવતીઓ પણ આ પ્રકારના કિસ્સાઓમાં ભોગ બનતા હોય છે.
મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં પોલીસે રેડ કરી હતી જ્યાં રિસેપ્શન પર બેસેલા યુવક સાગર પોલાભાઈ રાવલીયા (રહે.ડીલક્ષ કોલોની નિઝામપુરા) અને લંચ બોક્સ કેફેના સંચાલક તરીકે ચેતનભાઇ પાછા ભાઈ ફળિયા (રહે. હાલ ધ વેલેન્સિયા ટાવર ગોત્રી કેનાલ પાસે મૂળ રહે રાતોલ ગામ મહુવા ભાવનગર)ના હોવાની વિગતો સામે આવી હતી. લંચ બોક્સ કેફેમાં સાત કપલ બોક્સ બનાવ્યા હતા જેના દરવાજા પણ બંધ હોય અને અંદર યુવક-યુવતીઓ બેઠા હતા અને કાફેમાં સીસીટીવી કેમેરાનો પણ અભાવ હતો. સમગ્ર ઘટનામાં પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ બદલ પોલીસે લંચ બોક્સ કાફેના રિસેપ્શનિસ્ટ અને કાફેના સંચાલકની અટકાયત કરાઈ હતી. જ્યારે કપલ્સને થોડી જ વારમાં છોડી દીધા હતા.