મુંબઈઃ દેશમાં સૌથી મોટું બેંક કૌભાંડ સામે આવ્યું છે. DHFL બેંક સામે 34,615 કરોડનાં બેંક કૌભાંડની ફરિયાદ નોંધાઈ છે. આમાં DHFL પર યુનિયન બેંકની આગેવાની હેઠળના 17 બેંકોના કન્સોર્ટિયમ અથવા જૂથને 34,615 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. આ મામલે CBIએ DHFLના અધિકારીઓ કપિલ વાધવન અને ધીરજ વાધવન સામે ગુનો દાખલ કર્યો છે.
CBIનાં મુંબઈમાં 12 સ્થળોએ દરોડા
સીબીઆઈએ આ કેસમાં મુંબઈમાં 12 સ્થળો પર દરોડા પણ પાડ્યા છે. તપાસ એજન્સીએ ડીએચએફએલના કપિલ વાધવન, કંપનીના સીએમડી ધીરજ વાધવન, આ કૌભાંડનો ભાગ બનેલા નિર્દેશકો સહિત 6 રિયલ્ટી કંપનીઓ સામે કેસ નોંધ્યો છે. આ મામલે CBIને 11 ફેબ્રુઆરી 2022ના રોજ બેંક તરફથી ફરિયાદ મળી હતી. જેના આધારે આ કાર્યવાહી કરી છે. વાધવાન બંધુઓ હાલમાં કથિત ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઈની તપાસ હેઠળ છે.
તમને જણાવી દઈએ કે તપાસ એજન્સીએ કથિત રીતે દિવાન હાઉસિંગ ફાઈનાન્સ કોર્પોરેશન લિમિટેડ (DHFL), તત્કાલીન ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કપિલ વાધવાન, ડિરેક્ટર ધીરજ વાધવન અને રિયલ્ટી સેક્ટરની છ કંપનીઓ અને યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાના નેતૃત્વ હેઠળની બેન્કોના કન્સોર્ટિયમને કથિત રીતે જોડ્યા છે. 34,615 કરોડની છેતરપિંડી માટે ગુનાહિત કાવતરામાં સામેલ થવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે.
દેશમાં વધુ બે બેંક કૌભાંડ
દેશમાં બેંક કૌભાંડનો આ પહેલો કેસ નથી. DHFL એ યુનિયન બેંકની આગેવાની હેઠળની 17 બેંકોને 34,615 કરોડ રૂપિયાની ખોટ કરી છે. આ સિવાય નીરવ મોદી અને મેહુલ ચોકસી દેશના અન્ય બે મોટા કૌભાંડીઓ સામેલ છે. આ બંનેએ મળીને પંજાબ નેસ્જ્ન્લ બેંક સતાથે 13 હજાર કરોડની છેતરપીંડી કરી છે. જ્યારે સ્ટર્લિંગ બાયોટેકના સાંડેસરને રૂ. 16,000 કરોડનો અને વિજય માલ્યાને રૂ. 9000 કરોડનો આંચકો આપ્યો છે. ત્યારબાદ હવે DHFLનું આ બેંક કૌભાંડ દેશનું સૌથી મોટું બેંક કૌભાંડ છે.
પરીવારને લાભ આપવા માટે રચ્યું ષડ્યંત્ર
યસ બેંકના સ્થાપક રાણા કપૂરના ભ્રષ્ટાચારના સંદર્ભમાં વાધવાન પહેલેથી જ સીબીઆઈ તપાસ હેઠળ છે. એજન્સીએ આરોપ મૂક્યો હતો કે કપૂરે તેમની પાસેની કંપનીઓ દ્વારા પોતાને અને તેમના પરિવારના સભ્યોને નોંધપાત્ર અનુચિત લાભોના બદલામાં યસ બેંક દ્વારા DHFLને નાણાકીય સહાય આપવા માટે વાધવન સાથે ગુનાહિત કાવતરું ઘડ્યું હતું.