આપણાં ભારતદેશમાં શિક્ષણનું પ્રમાણ કે શિક્ષિત યુવાન – યુવતીનું પ્રમાણ સારુ એવું વિકસેલ છે. પરંતુ માબાપ પેટે વૈતરું કરી પોતાના બાળકોને ભણાવે, તેમાંથી કેટલાંક, ફીક્સ પગારપર કેટલાંક કોન્ટ્રેક્ટ બેઈઝ કે શિક્ષણમાં પણ પ્રવાસી શિક્ષક કે ફિક્સ પગાર પર નોકરીમાં ગોઠવાય જાય છે. પરંતુ છ માસ અથવા એકાદ – બે વર્ષે પછી નોકરીમાંથી છૂટા કરવામાં આવે છે. કેટલાંક યુવક – યુવતીઓએ બે રોજગારી બેકારીમાં કેમ હવે પછી જીવવું એવો મહાકાય પ્રશ્ન છતાવે છે. મોંધવારી તો દિન પ્રતિદિન વધ્યે જ જાય છે. ત્યારે આવા યુવાનો કે યુવત ઘાડ, લૂટં, એરી તરફ વળે છે.
અથવા તો આત્મહત્યા કરવા પ્રેરાય છે. હાય બેકારી! હાય બેરોજગારી! કેટલાંયે યુવાનો – યુવતીઓ અન્ય રાજ્ય કે શહેરોમાં ગોઠવાય છે. એવા સમયે નોકરી સમાપ્ત થાય નોકરીમાંથી છૂટા કરાય ત્યારે ઘરભાડુ કેમ ચુકવવું ? સાંજે શું ખાઈસું ? જેવા પ્રશ્નો માણસોને અનિતિનાં માર્ગે ધકેલી દે છે. એકલતા અને બેરોજગારી લાંબા સમયે ગુન્હેગારનું સ્વરૂપ ધારણ કરે છે. આ દેશની પરિસ્થિતિ વધુ ન કથળે એટલે હું સલાહ તો ન અભી શકું પરંતુ લોકશાહી દેશમાં બોલવાનો અધિકાર તરીકે. એક નાના ચર્ચાપત્રી તરીકે એટલું જ કહીશ કે અમેરિકા, જાપાન, વિદેશોની જેમ સારુ વેતન આપો ધારાસભ્યો – સાંસદો પણ તકેદારી રાખે કે મારા વિસ્તારમાં બેરોજગાર કે બેકાર તો નથી ને ! અને તો જ આપણી મહેનતનું ફળ પામીશું.
એન. ગરાસીયા – નવસારી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.