Comments

સાયરસ મિસ્ત્રીને બચાવી શકાયા હોત?

તાતા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી અને સાથી ઉતારુ તા. 4થી સપ્ટેમ્બરને દિને કાર અકસ્માતમાં મરણ પામ્યા હતા અને પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું કે બંનેએ સીટ બેલ્ટ પહેર્યા ન હતા. મુંબઇથી 135 કિલોમીટર દૂર પાલઘર પાસે ચરોતીમાં જયારે આ લોકોની કાર એક રોડ ડિવાઇડર સાથે ભટષકાઇ ત્યારે સાયરસ મિસ્ત્રી અને જહાંગીર પંડોળ પાછલી સીટ પર બેઠા હતા. અકસ્માતનો ભોગ બનેલી મર્સીડીઝ કાર સૂર્યા નદીના પૂલ પર હતી અને અકસ્માત સમયે બપોરે લગભગ અઢી વાગ્યા હતા. ડ્રાઇવરની ભૂલને કારણે અકસ્માત થયો હોવાનું મનાય છે.

આ હતભાગી મુસાફરો ગુજરાતથી મહારાષ્ટ્ર જતા હતા. મુંબઇના એક ગાયનેકોલોજિસ્ટ અનાહિતા પંડોળ કાર ચલાવતા હતા. તેમનાથી જયારે પુલ પરના ડિવાઇડર સાથે કાર અથડાઇ ત્યારે તે વધુ પડતી ઝડપે જતી હતી. અકસ્માતને નજરે જોનાર એક વ્યકિતએ કહ્યું કે સદરહુ હતભાગી કાર ડાબી બાજુથી અન્ય એક વાહનને ઓવરટેક કરવાની કોશિષ કરતું હતું. પણ તેણે નિયંત્રણ ગુમાવ્યું. સદનસીબે અનાહિતા અને આગલી સીટ પર બેઠેલા સાથી પેસેન્જર એટલે કે તેમના પતિ દરાયસે સીટ બેલ્ટ પહેર્યો હતો કારણ કે તેઓ આગલી સીટપર બેઠા હતા. તેમને ગંભીર ઇજાઓ થઇ હતી અને તેમની સારવાર ચાલે છે પણ તેઓ બચી ગયા. પણ સાયરસ મિસ્ત્રી અને જહાંગીર પંડોળે સીટ બેલ્ટ નહોતો પહેર્યો અને તેથી તેમને માથામાં ગંભીર ઇજા થઇ હતી.

સામાન્ય રીતે આખા ભારતમાં કારની પાછલી સીટ પર બેઠેલા પેસેન્જરો સીટ બેલ્ટ નથી પહેરતા. તમામ લોકોએ સીટ બલ્ટ પહેરાવ જોઇએ એવો નિયત છે તેની તેમને જાણ છે, અલબત્તા કારની પાછલી સીટ પર બેઠેલા કોઇ પણ લોકોને સીટ બેલ્ટ નહીં પહેરવા બદલ દંડ નથી થતો. માત્ર ડ્રાઇવર અને સાથી પેસેન્જરોને પોલીસ સીટ બેલ્ટ નહીં પહેર્યો હોય તો દંડ કરે છે. કોઇ પણ વ્યકિત કારની આગલી સીટપ ર બેઠો હોય કે પાછલી સીટ પર તેણે સીટ બેલ્ટ પહેરવો જ જોઇએ એવા નિયમનું શા માટે કડકાઇથી પાલન થવું જ જોઇએ તે મુદ્દો સ્પષ્ટ થાય છે.વિશ્વ આરોગ્ય સંગઠને ગયા જૂનમાં જાહેર કર્યું હતું કે સીટ બેલ્ટેન કારણે પાછલી સીટ પર બેસેલાનું મોત અટકાવી શકાય છે અને ગંભીર ઇજાઓથી બચી શકાય છે. 25 ટકા સુધી આ પ્રમાણ ઘટાડી શકાય છે.

આ સંગઠનના હેવાલમાં જણાવાયું છે કે સીટ બેલ્ટ પહેરવાથી ડ્રાઇવર અને આગલીસીટપર બેઠેલાઓના મૃત્યુના જોખમમાં 45 થી 50 ટકા ઘટાડો કરી શકાય છે અને પાછલી સીટ પર બેસેલાઓના મૃત્યુ અને ગંભીર ઇજાના સંજોગોમાં 25 ટકાનો ઘટાડો કરી શકાય છે. સાયરસ મિસ્ત્રીના મૃત્યુના સમાચાર પછી ઇન્ટરનેશનલ રોડ ફેડરેશને નોંધ્યું હતું કે મોંઘીદાટ એસયુવી કારમાં પ્રવાસ કરતા હોવા છતાં સાયરસ અને જહાંગીરના મૃત્યુ થયા. કેટલાક નિષ્ણાતો કહે છે કે વાહન કલાકના 110 કિલોમીટરની ઝડપે જતું હોયઅ ને અકસ્માત થાય તો પણ સીટ બેલ્ટ પહેર્યો હોય તો બચી જાય.

હા,જહાંગીર અને સાયરસ માટે એર બેગખૂલી હતી પણ આ બંને લોકોએ સીટ બેલ્ટ નહીં પહેર્યો હોવાથી બચી શકયા ન હતા. તેમના માથા આગલી સીટ સાથે ભટકાયા હતા. કેન્દ્ર સરકાર આગ્રહ રાખે છે કે કાર ઉત્પાદકો તમામ પેસેન્જરો માટે સીટ બેલ્ટ આપે. કેન્દ્રના રોડ ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ તાજેતરમાં સંસદમાં કહ્યું હતું કે એક એર બેગની કિંમત માત્ર રૂા. 800 છે. અત્યારે દરેક કારમાં બે એરબેગ ફરજિયાત છે. પાછળ બેસેલા લોકો માટે એર બેગ નથી હોતી. સરકારે મોટા વાહનમાં કમમાં કમ છ એર બેગ મૂકવાનું ફરજિયાત કરવાનો નિર્ણય કર્યો છે. અમારે લોકોના જીવ બચાવવા છે. દેશમાં પાંચ લાખ અકસ્માતોમાં લગભગ દોઢ લાખ માણસો મરે છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top