કફ સિરપ પીવાથી મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કુલ 11 બાળકોનાં મોત થયાં છે. કફ સિરપ કાંડે સમગ્ર દેશમાં ખળભળાટ મચાવ્યા પછી કેન્દ્ર સરકારે હેલ્થ એડવાઇઝરી બહાર પાડી છે. જેમાં બે વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને કફ સિરપ ન આપવાની સલાહ આપવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના એક વિભાગની એડવાઇઝરીમાં કહેવાયું છે કે સામાન્ય રીતે પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને કફ સિરપ આપવું નહીં અને પાંચ વર્ષથી મોટી ઉંમરનાં બાળકોને કફ સિરપ આપવામાં આવે તો તેનો ઉપયોગ સાવધાની સાથે કરવો જોઇએ.
તાજેતરના એક અખબારી અહેવાલ અનુસાર ત્રણ વર્ષ અગાઉ 2022ના ઓકટોબરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ભારતની કંપનીના કફ સિરપ વિશે એલર્ટ જાહેર કર્યું હતું અને એ સમયે ગાભ્બયા નામના આફ્રિકન દેશમાં આ કફ સિરપ પીવાથી બાળકોને કિડનીના ગંભીર રોગ થયા હતા અને કેટલાંક બાળકોનાં મોત થયાં હતાં. તે સમયે યોગ્ય પગલાંઓ તાકીદે લેવાયાં હોત તો મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપ પીવાથી બાળકોનાં મોત થયાં ન હોત.
પાલનપુર – મહેશ વી. વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.