SURAT

ભ્રષ્ટાચારની દિવાલ : મનગમતો રિપોર્ટ નહીં આવતા યુનિવર્સિટીના સત્તાધીશોએ નવી કમિટી બનાવી

સુરત: શહેરની વીર નર્મદ યુનિ.ની (vnsgu) જીડી ગોએન્કા સ્કૂલ પાસે આવેલી જમીનની કંમ્પાઉન્ડ (compound) વોલમાં સળિયા વગર દિવાલ બનાવવાના સરેઆમ જોવા મળેલા ભ્રષ્ટાચારના (corruption) પુરાવા છતાં દોષિતોને બચાવી યુનિ.માં ગંદી રમત શરૂ થઇ છે. યુનિવર્સીટીના રાજકારણી (politician) ઓએ ભાજપાની પ્રમાણિક(honest) અને પારદિર્તાની છાપને કલંક લગાવી તપાસ સમિતિના અહેવાલ ઉપર ફરી કમિટી બનાવી છે.
યુનિવર્સિટીની પ્રોટેકશન વોલનાં બાંધકામમાં ગેરરીતિના મામલે
યુનિવર્સિટીની પ્રોટેકશન વોલનાં બાંધકામમાં ગેરરીતિના મામલે રચાયેલી તપાસ કમિટીનો રિપોર્ટ આજે સિન્ડિકેટની બેઠકમાં રજૂ કરવામાં આવ્યો હતો. જો કે સિન્ડિકેટ સભ્યોએ નક્કર પગલા ભરવાનાં સ્થાને રિપોર્ટનું નિષ્કર્ષ કાઢવા, તેમજ દોષીતોનાં નિવેદનો નોંધી તેમની વિરૂદ્ધ કયાં પ્રકારની સજા કરવી તે અંગેની વધુ એક કમિટીની રચના કરવાનો નિર્ણય કર્યો હતો. સિન્ડિકેટનાં કમિટીનાં રિપોર્ટ ઉપર વધુ એક કમિટી, અને મોટાભાગે એના એજ સભ્યો રાખવામાં આવતા સમગ્ર પ્રકરણને દબાવી દેવા માટે પેંતરાબાજી શરુ કરી છે.
ખાડે ડુચા અને દરવાજા મોકળા જેવા ઘાટ
ખાડે ડુચા અને દરવાજા મોકળા જેવા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનાં વહીવટમાં પ્રોટેકશન વોલનાં બાંધકામમાં ગેરરીતીનો મામલો સામે આવ્યો હતો. જી.ડી.ગોએન્કા સ્કૂલની દિવાલને અડીને યુનિવર્સિટી કેમ્પસની સુરક્ષા માટે બનાવવામાં આવી રહેલી દિવાલનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તે કોન્ટ્રાટર દ્વારા પુરતા મટિરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો પ્રોટેકશન વોલ સળિયા વગર ચણી દીધી હતી.

નાણાકીય ગેરરીતી આચરી હોવાની પણ ફરિયાદ ઉઠી
આ મામલે ખુદ ઇજારેદારે યુનિ.ને જાણ કરી હતી. અને એસ્ટેટ વિભાગના ઇજનેર સામે નાણાકીય ગેરરીતી આચરી હોવાની પણ ફરિયાદ ઉઠી હતી. આ મામલે પોલીસ ફરિયાદ કરવાનાં સ્થાને જે તે સમયે યુનિવર્સિટી સત્તાધિશોએ તપાસ કમિટીનું તરકટ રચ્યું હતુ, જેમાં સિન્ડિકેટ સભ્ય સંજય લાપસીવાલા, પારૂલ વડગામા, કશ્યપ ખરચિયા, કિરણ ઘોઘારી સહિતનાં સિન્ડિકેટ સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

રિપોર્ટને આજે સિન્ડિકેટમાં રજુ કરાયો હતો
તપાસ કમિટી દ્વારા તૈયાર કરવામાં આવેલા રિપોર્ટને આજે સિન્ડિકેટમાં રજુ કરાયો હતો, જો કે રિપોર્ટ ઉપર ચર્ચા વિચારણા કરી યોગ્ય નિર્ણય કરવાનાં સ્થાને સિન્ડિકેટ સભ્યોએ રિપોર્ટનું નિષ્કર્ષ કાઢવા, તેમજ દોષિતનાં નિવેદનો નોંધી તેમની સામે કયાં પ્રકારની શિક્ષાત્મક કાર્યવાહી કરી શકાય તેનો નિર્ણય કરવા માટે વધુ એક કમિટીની રચના કરી હતી. વીર નર્મદ યુનિ. કેમ્પસ છેલ્લા કેટલાંક સમયથી તિજોરીને આર્થિક ફટકો મારવાની પ્રવૃતિ ચાલી રહી છે. પરંતુ સ્થાનિક રાજકારણીઓ પણ ચૂપચાપ આ પ્રવૃતિ સામે આંખ આડા કાન કરતા યુનિ.માં ભ્રષ્ટાચારીઓને મોકળું મેદાન મળી ગયું છે.

Most Popular

To Top