વડોદરા : વડોદરા શહેરમાં સૌથી લાંબા ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે.પરંતુ તેના બાંધકામની ગુણવત્તા અને રણજીત બિલ્ડકોનને કામગીરી સોંપવામાં આવતા બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે. જ્યારે આ બ્રિજમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારનો એક નમૂનો છે અને તેના પર સરકારના આશીર્વાદ હોવાના તીખા શબ્દોના પ્રહારો પાલિકાના પૂર્વ વિપક્ષી નેતા અને સિનિયર કોર્પોરેટરે કર્યા છે. બ્રિજની કામગીરી રણજીત બિલ્ડકોનને સોંપવામાં આવતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે. જે તે સમયે ધારાસભ્ય અને મંત્રી સૌરભભાઈ પટેલ આ બ્રિજનું કામ એલએનટી જેવી મોટી કંપનીને સોંપવાના હતા.
જેથી વડોદરાને આઈકોનીક બ્રિજ મળે,સુવિધા સભર હોઈ અને સિક્સ લેન હોઈ પરંતુ તે શક્ય ન બન્યું.પરંતુ કરોડો કમાવવા પૂર્વ મંત્રીના નજીકના કહેવાતા ખાસ રણજિત બિલ્ડકોનને કામગીરી સોંપવામાં આવતા આ બ્રિજની કામગીરીને લઈ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. તો બીજી જગ્યા પરથી ટ્રાન્સફર કરીને કઈ રીતે પૈસા આપ્યા ? એટલે બ્રિજનું કામ મોડું થયું એનું કારણ સરકાર છે.સરકારે પૈસા નથી આપ્યા.બ્રિજની કામગીરી જે સમય મર્યાદામાં પૂરી થવી જોઈએ.એની જગ્યાએ પૂરી થઈ નથી.હજી બ્રિજનું કામ ચાલી રહ્યું છે.વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારના લોકો આજદિન સુધી આ બ્રિજના કારણે હેરાન થઇ રહ્યા છે.બ્રિજની ડિઝાઇન પણ બદલાઈ ગઈ એટલે 230 કરોડના બ્રિજમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારનો નમૂનો છે અને એના ઉપર સરકારના આશીર્વાદ છે.
ઓવરબ્રિજનું થર્ડ પાર્ટી દ્વારા ઈન્સ્પેકશન થાય તે જરૂરી : ચંદ્રકાન્ત ભથ્થું
પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે થર્ડ પાર્ટી ઈન્સ્પેકશન થવું જોઈએ. સરકાર જ્યારે ડિક્લેર કરતી હોય અને તેમના મંત્રીઓ આવીને જાહેર કરી દે કે બ્રિજ બનાવવાનો છે. બ્રિજની ડિઝાઈન એવી હોય કે જ્યાં ચાર રસ્તા પડતા હોય ત્યાં બ્રિજ નહીં. કારણ કે લોકોને નીકળવાની જગ્યા જોઈએ. બ્રિજ ક્યારે બનાવાય કે જ્યારે ટ્રાફિકની સમસ્યા બહુ મોટી થઈ ગઈ હોય ત્યારે જ બને. પરંતુ આ તો બ્રિજ બનાવો છો બ્રિજની અંદર બહુ મોટો ભ્રષ્ટાચાર થાય અને કોન્ટ્રાક્ટ જેને અપાય તો સવાલ એ છે કે તમે જ જાહેર કર્યું તો તમે જ પૈસા નથી મોકલ્યા, પહેલા તો જે બ્રિજનું કામ મોડું થયું છે એનું કારણ સરકાર પૈસા નથી આપતી અને આપણા પૈસા છે. જે ટ્રાન્સફર કરીને બ્રિજની પાછળ વાપરીએ છે. તો કઈ જાતનો તાયફો કરો છો. 20 થી 25 ટકા જે આપણે આપવાના હોય જે રેશિયો હોય તે રેશિયા પ્રમાણે કોર્પોરેશને તો તેના કરતાં પણ વધારે પૈસા આપી દીધા.તો કોને પૂછીને આપ્યા ?