National

રસીકરણને લઇને આવ્યા મોટા સમાચાર, વડાપ્રધાન સહિત આ વયના તમામ મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ લેશે વેક્સિન

નવી દિલ્હી (New Delhi): દેશમાં 16 જાન્યુઆરીએ કોરોના રસીકરણની (Corona Vaccination in India) શરૂઆત થઇ છે. છેલ્લા 6 દિવસમાં દેશમાં લોકને કોરોનાની રસી આપવામાં આવી છે, જેમાં કોરોના વૉરિયર્સ અને કોરોના ફ્રન્ટલાઇન વર્કસ હતા. કોરોના રસીકરણના બીજા તબક્કાને લઇને કેટલીક મહત્વની વાતો સામે આવી રહી છે. મળતી માહિતી મુજબ દેશમાં કોરોના રસીકરણના બીજા તબક્કામાં વડાપ્રધાનથી લઇને મુખ્યમંત્રીઓને કોરોના રસી આપી શકાય એવી વાતો ચાલી રહી છે. જો કે હજી સુધી કોઇ સત્તાવાર સમાચાર આવ્યા નથી.

એવી અટકળો વહેતી થઇ છે કે કોરોના રસીકરણના બીજા તબક્કામાં દેશના 50થી વધુ વયના નેતાઓ, સાસંદો અને મંત્રીઓને કોરોના રસી અપાશે. આમ જોવા જઇએ તો દેશમાં મોટેભાગના ટોચના હોદ્દા પરના નેતાઓ સાંસદો કે પછી નેતાઓ 50થી વધુ વયના છે, એટલે આ બધાને જ રસીના ડોઝ મળશે. જણાવી દઇએ કે હાલમાં ભારતના રસીકરણ કાર્યક્રમની વિશ્વભરમાં ચારે બાજુ ચર્ચા થઇ રહી છે. કારણ અત્યાર સુધી કોઇ દેશે આટલા મોટા પાયે કોરોના રસીકરણ કર્યુ નથી.

રસીકરણ શરૂ થયા પછી લોકોનો સતત એક પ્રશ્ન હતો કે નેતાઓ આ રસી કેમ નથી લેતા, આજની અટકળો પછી લોકોને તેમના સવાલનો જવાબ મળી જશે એવું લાગે છે. ભારતમાં કોરોના પ્રથમ તબક્કાનું રસીકરણ એપ્રિલ મહિના સુધી ચાલશે એવુ કહેવાઇ રહ્યુ છે.

ભારતમાં લોકસભામાં 343 અને રાજ્યસભામાં 200 સભ્યો 50 કે તેથી વધુ ઉંમરના છે. એ જ રીતે મોદી સરકારના મંત્રીમંડળના 95 ટકા પ્રધાનો રસીકરણમાં ભાગ લઈ શકે છે. આ માપદંડો મુજબ દેશના 75 % સાંસદ, 95% કેબિનેટ પ્રધાન, 82 % રાજ્યમંત્રી, 76 % મુખ્યમંત્રી, બે પૂર્વ વડા પ્રધાન અને એક મુખ્યમંત્રીના નામ ટોચ પર છે.

રસીકરણનો બીજો તબક્કો શરૂ થતાંની સાથે જ લોકસભાથી વિધાનસભા મત વિસ્તાર માટે ખાસ અભિયાન ચલાવી શકાશે, જેની જવાબદારી સંબંધિત વિસ્તારના મુખ્ય પ્રતિનિધિની રહેશે. તે પણ જાણીતું છે કે સાંસદ અને ધારાસભ્યો કે જેમની વય 50 વર્ષથી વધુ હોય કે જે કો-મોર્બિડ હોય તેમના મત ક્ષેત્રમાં પહોંચી શકે છે અને રસીકરણમાં જોડાઇ શકે છે. એવુ પણ કહેવાઇ રહ્યુ છે કે આ જૂથમાં પણ વધુ ઉંમરના નેતાઓને રસીકરણમાં અગ્રતા અપાશે. જણાવી દઇએ કે કેન્દ્ર સરકારે ફક્ત પહેલા તબક્કાના 3 કરોડ લોકોના રસીકરણનો ખર્ચ ઉપાડશે. પ્રશ્ન એ છે કે નેતાઓના રસીકરણનો ખર્ચ કોમ ઉપાડશે?

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top