વલસાડ: વલસાડ (Valsad) જિલ્લામાં સોમવારે કોરોનાના (corona) અત્યાર સુધીના સૌથી વધુ હાઈ એસ્ટ 340 કેસ નોંધાયા છે જોકે રાહતની બાબત એ રહી કે 157 દર્દીઓ સાજા થયા છે. નોંધાયેલા કેસોમાં સૌથી વધુ 182 કેસ વલસાડ તાલુકામાં નોંધાતા વલસાડ તાલુકાની પરિસ્થિતિ હવે સ્ફોટક બની રહી હોય તેમ લાગી રહ્યું છે. જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના 9012 દર્દીઓ નોંધાયા છે, જે પેકી 6792 સાજા થયા છે જ્યારે 1749 દર્દીઓ સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગે (Health Department) અત્યાર સુધી કોરોનાના 401251 ટેસ્ટ કર્યા છે જે પેકી 392239 નેગેટિવ (Negative) અને 9012 પોઝિટિવ (Positive) નોંધાયા છે.
જિલ્લામાં સોમવારે નોંધાયેલા કેસોમાં 17 બાળકોનો પણ સમાવેશ થાય છે. જેમાં 1થી8 વર્ષની વયના 9 બાળકોનો પણ સમાવેશ થાય છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લામાં બાળકોમાં કોરોના સક્રમણ વધી રહ્યું છે. જેમાં હવે ગામડાઓના બાળકોની સંખ્યામાં ખાસ્સો વધારો નોંધાઈ રહ્યો છે.
જિલ્લામાં નોંધાયેલા કેસોમાં વલસાડ મોગરાવાડી ફરસાણ માર્ટ, અબ્રામા, નગરિયાં ધરમપુર, સરકારી વસાહત વલસાડ,વશિયર, એસ.આર. પી કેમ્પ કલગામ, સરકારી વસાહત વલસાડ, વલસાડ ડી.વાય.એસ.પી ઓફિસ ખાતે પણ કોરોના ના કેસો નોંધાયા છે.હવે દંપતીઓ ની સાથે બાળકો અને વૃદ્ધો પણ સંક્રમિત થઈ રહ્યા છે.તો કપરાડા અને નાનાપો ઢા પોલિસ મથકના કેટલાક કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થયા હોવાની માહિતી મળી રહી છે.
વલસાડ તાલુકામાં 13 દિવસમાં કોરોનાના 1329 કેસ : 5 દર્દીના મોત
વલસાડ: વલસાડ જિલ્લામાં જાન્યુઆરી મહિનાની શરૂઆતથી જ કોરોનાના કેસોમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. તો જિલ્લામાં વલસાડ તાલુકો તેમાં કોરોના હોટ સ્પોટ બની રહ્યો હોય તેમ માત્ર 13 દિવસમાં 1329 જેટલા કેસો નોંધાઈ ચુક્યા છે અને 5 દર્દીઓના મોત આરોગ્ય વિભાગમાં નોંધાયા છે છતાં આટલા બધા કેસો માત્ર વલસાડ તાલુકામાં કેમ નોંધાઈ રહ્યા છે તે અંગે કોઈ વિશેષ આયોજન, તપાસ, સર્વે કે કારણો શોધવાના પ્રયાસો ન કરાયા હોઈ તેવું પ્રતીત થઈ રહ્યું છે.