કાનપુર: કોરોના મહામારી (Corona)ની આશંકાઓ વધવા પામી છે. કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન (Omicron variant) ધીમે ધીમે સમગ્ર વિશ્વમાં ફેલાય રહ્યો છે. ઓમિક્રોન વેરિઅન્ટને કોરોના મહામારીની ત્રીજી લહેર ( third wave of Corona ) ગણવામાં આવી રહી છે. કાનપુર IITના બે વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું છે કે ઓમિક્રોનના કારણે ફેબ્રુઆરી 2022માં કોરોનાની નવી લહેર આવી શકે છે. ફેબ્રઆરીમાં દૈનિક નવા કેસ 1.5થી 1.8 લાખની વચ્ચે નોંધાય શકે છે.
IIT કાનપુરના મનિન્દ્ર અગ્રવાલ (Manindra Agarwal) અને સૂત્ર મોર્ડલ ઓફ ટ્રેકિંગ ધ ટ્રીજેકટ્રરીના સહ સંસ્થાપક અને IIT હૈદરાબાદના એમ વિદ્યાસાગરે (M. Vidyasagar) જણાવ્યું હતું કે ફેબ્રુઆરીમાં કોરોના વાયરસના દૈનિક નવા કેસ 1.5 થી 1.8 લાખની વચ્ચે આવી શકે છે. પરંતુ એ કહેવું મુશ્કેલ છે કે રસીકરણથી બચી શકાય છે.
IIT વૈજ્ઞાનિકોનો દાવો : ત્રીજી લહેર સંભવિત આવી શકે છે.
મનિન્દ્ર અગ્રવાલે કહ્યું કે આ નવા વેરિઅન્ટની શરૂઆત દક્ષિણ આફ્રીકાથી થઈ હતી. કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન ઝડપથી ફેલાય રહ્યો છે પરંતુ તે જેટલી ઝડપથી ફેલાશે એટલી જ ઝડપે તેની ગતિ ઓછી થઈ જશે. દક્ષિણ આફ્રિકામાં કોરોનાના કેસની સંખ્યા 3 અઠવાડિયામાં ચરમ પર છે. જો કે ત્યાર બાદ તેની સંખ્યામાં ઘટાડો પણ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકામાં કોરોનાની કેસની સંખ્યા 15 ડિસેમ્બર રોજ લગભગ 23,000 સુધી નોંધાયો હતો હવે તેની સંખ્યા ઘટીને 20,000 થઈ ગઈ છે. કોરોનાના નવા સંસ્કરણ અંગે હજી પણ વૈજ્ઞાનિકો અજ્ઞાત છે કે આ કઈ હદ સુધી મહામારી ફેલાવી શકે છે અને તેનાથી કઈ રીતે બચી શકાય છે.
રસીકરણથી બચી શકાય?
જો યુનાઈટેડ કિંગડમ (UK) અને સંયુક્ત રાજ્ય અમેરિકાના કેસની વાત કરીએ તો ફેબ્રુઆરીથી ઓમિક્રોનનો ડર ઓછો થવાની શક્યતા છે. યૂકે અને યુએસમાં સંયુક્ત રૂપથી કોરોનાના મામલાના 34 ટકા અને વૈશ્વિક સ્તર પર કોરોનાથી થનારા દૈનિક મોતના આંકડા 20 ટકા છે. યુકેના સ્વાસ્થ્ય સુરક્ષા એજન્સી અનુંસાર દેશના ઓમિક્રોનના કેસની સંખ્યા 20 ડિસેમ્બરે 45, 000ને પાર થઈ ગઈ છે. તેમાંથી 129 હોસ્પિટલની દેખરેખમાં છે અને 14 દર્દીઓએ વાયરસના કારણે મોત થયું છે. નોંધનીય છે કે હાલ ભારતમાં ઓમિક્રોનના કેસની સંખ્યા 213 પર પહોંચી ગઈ છે.
કેન્દ્રની રાજ્ય સરકારને ચેતવણી
તમને જણાવી ધઈએ કે કે કેન્દ્ર સરાકારે રાજ્ય સરકારને ચેતવણી આપી દીધી છે. કેન્દ્રએ કહ્યું છે કે ઓમિક્રોન કોરોનાના જૂના વેરિઅન્ટ ડેલ્ટાની સરખામણીમાં ત્રણ ગણો ઝડપથી ફેલાઈ રહ્યો છે. નવા વેરિયન્ટની મહામારીથી બચવા જરૂરી ઉપાયો શરૂ કરી દો. કેન્દ્ર દ્વારા મોકલાયેલા લેટરમાં કહેવાયું છે કે ઓમિક્રોનનો સામનો કરવા માટે જરૂર જણાય ત્યાં નાઈટ કર્ફ્યૂ લાગુ કરી દેવો જોઈએ. ઓમિક્રોન અને ડેલ્ટા બન્ને વેરિયન્ટ દેશમાં હાલ એક્ટિવ થઈ ગયા છે. એટલા માટે સરકારે ભાવી રણનીતિને ઘડીને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવાની જરૂર છે.