નવી દિલ્હી (New Delhi): કોરોના રસી (Corona Vaccine) કોવિશિલ્ડનો (CoviShield) પ્રથમ લોટ મંગળવારે સવારે પુણેના સીરમ ઇન્સ્ટિટ્યૂટથી (Serum Institute of India-SII, Pune) એરપોર્ટથી નીકળ્યો હતો. અગાઉ પૂજા પણ કરવામાં આવી હતી. પુણે એરપોર્ટથી દેશના 13 શહેરોમાં રસીનાં 478 બોક્સ પહોંચાડવામાં આવશે. પહેલી ફ્લાઇટ દિલ્હી (Delhi), બીજી અમદાવાદ (Ahmedabad) અને ત્રીજી ચેન્નાઇ (Chennai) પહોંચી હતી. સ્થાનિક પરિવહનમાં રોકાયેલા વાહનો ઝેડ + (Z + Security) સુરક્ષા સાથે દોડી રહ્યા છે.
પુણેની સીરમ સંસ્થાથી 25 મિનિટમાં 3 ટ્રક એરપોર્ટ પર આવી, સશસ્ત્ર સુરક્ષા કર્મીઓ આગળ અને પાછળ સીરમ ઇન્સ્ટિટ્યૂટમાંથી રસી મુકવા જતા પોલીસ કર્મચારીઓએ ટ્રકની સામે પૂજા-અર્ચના કરી હતી. સીરમ ઇન્સ્ટિટ્યૂટમાંથી રસી નીકળતાં પહેલાં પોલીસ કર્મચારીઓએ ટ્રકની સામે પૂજા-અર્ચના કરી હતી. ત્રણેય ટ્રકમાં આગળ અને પાછળ પોલીસ વાહનો હતા. સમગ્ર વિસ્તારને ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો અને તેને રસી એરપોર્ટ પરિવહન કરવામાં આવ્યું હતુ.
ત્રણેય ટ્રકમાં આગળ અને પાછળ પોલીસ વાહનો હતા. સમગ્ર વિસ્તારને ગ્રીન કોરિડોર (Green Corridor) બનાવવામાં આવ્યો હતો અને તેને રસી એરપોર્ટ પરિવહન કરવામાં આવ્યું હતું. 56.5 લાખ ડોઝ પહોંચાડવામાં આવશે ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે પુણેથી એર ઇન્ડિયાની 9 ફ્લાઇટ્સ, સ્પાઇસજેટ ગોએર અને ઈન્ડિઓ એરલાઇન્સ દ્વારા રસીના 56.5 લાખ ડોઝ વિવિધ શહેરોમાં મોકલવામાં આવી રહ્યા છે. આ શહેરોમાં દિલ્હી (Delhi), ચેન્નાઈ (Chennai), કોલકાતા (Kolkata), ગુવાહાટી (Guwahati), શિલોંગ (Shilong), અમદાવાદ (Ahmedabad), હૈદરાબાદ (Hyderabad), વિજયવાડા (Vijaywada), ભુવનેશ્વર (Bhubneshwar), પટના (Patna), બેંગલોર (Banglore), લખનઉ (Lucknow) અને ચંદીગઢ (Chandigarh) છે.
કેન્દ્ર સરકારે સોમવારે સીરોમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકને (Bharat Biotech, Covaxin) કોરોના રસીના 6 કરોડથી વધુ ડોઝ આપવાનો આદેશ આપ્યો છે. સરકાર પહેલા કોરોના રસી 3 કરોડ ફ્રન્ટલાઈન કામદારોને આપશે. રસીકરણ 16 જાન્યુઆરીથી શરૂ થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે રસીકરણ સંબંધિત તૈયારીઓની માહિતી મેળવવા વાત કરી હતી.