વડા પ્રધાન બન્યા પછી મુદત ધરાવતું કંઈક નવું કરવાના ઉત્સાહમાં નોટબંધી જેવો વ્યાપક અને અજાણી અસર ધરાવતો નિર્ણય તેમણે એકલપંડે લઈ પાડયો એની અર્થતંત્ર પર અને વેપાર ધંધા પર નોંધપાત્ર ગંભીર અસર પડી. હજી માંડમાંડ થાળે પડવાના આરે આવ્યું ત્યારે જી.એસ.ટી.ની ઈચ્છનીયતા વિશે ભાગ્યે જ બેમત હોઈ શકે પરંતુ તેની આંટીઘૂંટી અને અમલ માટે જરૂરી માળખું ગોઠવવાને બદલે ક્રાંતિકારી નિર્ણય લેવાની અને લેતા દેખાવાની હોંશ વધારે દેખાઈ. વળી દેશનું અર્થતંત્ર એવા ખાંચામાં આવી ગયું કે વેપારી આલમ ખળભળી ઊઠી. સ્વચ્છ ભારત અભિયાન પણ કારવાંના રીપોર્ટરે નોંધ કરી કે ડાઈનધ ડ્રેઈન હાઈધ સ્વચ્છ ભારત મિસન ઈઝ હેડીંગ ફોર ફેઈલ્યોર ? હવે બે વર્ષથી કોરોના અસરથી અર્થતંત્રને ફટકો પડી રહ્યો છે. હવે સરકાર પણ વિચારતી હશે કે પ્રજાતંત્ર પર કોરોના ટેક્ષના રૂપમાં આવી શકે? એના માટે ભારતની પ્રજાએ તૈયારી રાખવી પડશે. એક બાજુ ઉદ્યોગ ધંધા ઠપ છે. કારીગરો બેકાર છે. રોજી રોટીનો સવાલ છે ત્યારે કોરોના ટેક્ષની વ્યાપક અસર કેવી હશે તે સમય જ બતાવશે. અર્થવ્યવસ્થા ક્યારે પાટે ચઢશે ? અસહ્ય ભાવ વધારાનું શું અચ્છે દિન ક્યારે? ગંગાધરા – જમિયતરામ હ. વર્મા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.