સુરત: કોરોના કાળમાં(Corona Period) સુરત (Surat) સહિત દેશભરમાં વેપાર-ઉદ્યોગ (Business) ઠપ્પ થયો હતો. હવે ધીરે-ધીરે કોરોના વિદાય લઈ રહ્યો હોય એવું જણાય છે. હાલ કોરોનાના ખૂબ જ ઓછા કેસો છે. ત્યારે વેપાર ઉદ્યોગે ફરીથી વેગ પકડ્યો છે. (Gained momentum)ખાસ કરીને સુરતમાં વિવિધ ઉદ્યોગ રોકેટ ગતિએ આગળ વધી રહ્યા છે. સુરતના ઉદ્યમીઓ (Entrepreneurs) દ્વારા સુરત અને સુરતની બહાર વિવિધ એક્ઝિબિશન યોજાયા છે. તેમાં સેંકડો-કરોડો રૂપિયાનો વેપાર અને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ થયું છે. સુરતમાં 11 એક્ઝિબિશન થયાં અને સુરતની બહાર ચાર એક્ઝિબિશન થયાં છે.
દિલ્હીમાં રેડિમેડ ગારમેન્ટ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું
2020-21માં ત્રણ એક્ઝિબિશન થયાં તેમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યાર્ન એક્સ્પો અને એક સ્પાર્કલ યોજાયું હતું. તેમાં કરોડો રૂપિયાનો વેપાર ઉદ્યમીઓને મળ્યો હતો. ઉપરાંત સુરતના રેડિમેડ ગારમેન્ટ એસોસિએશન દ્વારા દિલ્હીમાં રેડિમેડ ગારમેન્ટ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં આશરે 100 કરોડ રૂપિયાનો વેપાર થયો હતો. 2021-22માં કુલ આઠ એક્ઝિબિશન થયાં છે. તેમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિવનેટ એક્સ્પોનું આયોજન કર્યું હતું. તેમાં 100 કરોડ રૂપિયાનો વેપાર થયો હતો. ત્યાર બાદ યાર્ન એક્સ્પોનું આયોજન થયું હતું. તેમાં 500 કરોડ રૂપિયાનો વેપાર થયો હતો. બે વખત સિટેક્સનું આયોજન કરાયું હતું. તેમાં ટેક્સટાઈલ મશીનરીને લગતા આ એક્ઝિબીશનમાં 2600 કરોડ રૂપિયાનું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ થયું હતું. ત્યાર બાદ ઉદ્યોગ-2022નું આયોજન થયું હતું, તેમાં એન્જિનિયરિંગ, પ્લાસ્ટિક અને સર્વિસ સેક્ટર કવર થઈ જાય છે. 350 કરોડ રૂપિયાનો વેપાર થયો હતો.
2022-23માં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિવનીટનું આયોજન કરાયું
ત્યાર બાદ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા દુબઈમાં ઇન્ડિયન ટેક્સટાઈલ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 50 કરોડ રૂપિયાનો વેપાર થયો હતો. ત્યાર બાદ યુએસએમાં ગ્લોબલ ટેક્સટાઈલ ટ્રેડ ફેરનું આયોજન કરાયું હતું. તેમાં 100 કરોડ રૂપિયાનો વેપાર થયો હતો.સુરતના રેડિમેડ ગારમેન્ટ એસોસિએશન દ્વારા દિલ્હીમાં રેડિમેડ ગારમેન્ટ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 100 કરોડ રૂપિયાનો વેપાર થયો હતો. 2022-23માં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિવનીટનું આયોજન કરાયું હતું, તેમાં 400 કરોડ રૂપિયાનો વેપાર મળ્યો હતો. ત્યાર બાદ યાર્ન એક્સ્પોનું આયોજન કરાયું હતું, તેમાં 650 કરોડ રૂપિયાનો વેપાર મળ્યો હતો. રેડિમેડ ગારમેન્ટ એસોસિએશન દ્વારા કોરોના કાળમાં પહેલી વખત સુરતમાં રેડિમેડ ગારમેન્ટ એક્સ્પોનું આયોજન કરાયું હતું. તેમાં પણ 100 કરોડ રૂપિયાનો વેપાર થયો હતો. છેલ્લે ફોગવા દ્વારા આયોજિત વાયબ્રન્ટ વિવર્સ એક્ઝિબિશનનું આયોજન કરાયું હતું. તેમાં 100 કરોડ રૂપિયાનો વેપાર થયો હતો.