National

કોરોનાગ્રસ્ત સોનિયા ગાંધીના નાકમાંથી લોહી નીકળ્યું, કોંગ્રેસે હેલ્થ અપડેટ જાહેર કર્યું

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ (Congress president) સોનિયા ગાંધી (Soniya Gandhi) હાલમાં જ કોરોના સંક્રમિત (Covid Infected) થયા હતા. ત્યારબાદ તેઓની તબિયત બગડતા તેઓને દિલ્હી (Delhi)ની ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે તેઓની તબિયતેને લઈ કોંગ્રેસ પાર્ટી દ્વારા હેલ્થ અપડેટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં હાલમાં તેઓની તબિયત સારી નહિ હોવાનું જણાવવામાં આવ્યું છે. તેમજ હાલમાં તેઓની સારવાર ચાલી રહી છે તેમજ ડોકટરો તેમનાં સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે.

કોરોના થયા બાદ સોનિયા ગાંધીના નાકમાંથી લોહી નીકળ્યું
કોંગ્રેસ નેતા જયરામ રમેશે સોનિયા ગાંધીનું હેલ્થ અપડેટ જાહેર કર્યું છે. તેઓએ જણાવ્યું કે 12 જૂને સોનિયા ગાંધીના નાકમાંથી લોહી નીકળ્યું હતું, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ સોનિયા પોતે હોસ્પિટલમાં છે. કોંગ્રેસ વતી મહાસચિવ જયરામ રમેશે સોનિયા ગાંધીની હેલ્થ અપડેટ જાહેર કરી છે. જયરામ રમેશે જણાવ્યું કે સોનિયાને કોરોના હતો. ત્યારપછી 12 જૂને તેમના નાકમાંથી લોહી નીકળ્યું, ત્યારબાદ તેમને દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

સોનિયા ગાંધીને શ્વસન તંત્રની નીચેના ભાગ પર સોજો
જયરામના કહેવા પ્રમાણે, હોસ્પિટલમાં તરત જ સોનિયાની સારવાર શરૂ થઈ ગઈ. એવું કહેવામાં આવ્યું હતું કે ગુરુવારે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, બાદમાં જાણવા મળ્યું કે તેમને શ્વસન તંત્રની નીચેના ભાગ પર સોજો છે. જયરામે લખ્યું છે કે હાલમાં સોનિયા ગાંધીની સારવાર ચાલી રહી છે, કોવિડ બાદ તેમને કેટલીક અન્ય સમસ્યાઓ છે. હાલ તબીબો તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે.

ED નેશનલ હેરાલ્ડ કેસની કરી રહી છે તપાસ
તમને જણાવી દઈએ કે નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની તપાસ આ સમયે ચાલી રહી છે. રાહુલની સાથે સોનિયાને પણ EDએ પૂછપરછ માટે બોલાવી હતી. પરંતુ કોવિડને કારણે તે તપાસમાં જોડાઈ શકી નથી. હાલમાં EDએ સોનિયાને 23 જૂને હાજર થવા માટે સમન્સ પાઠવ્યું છે. જો કે તેઓની આ પૂછપરછ મામલે સસ્પેન્શ યથાવત છે

Most Popular

To Top