Vadodara

કોરોનાની રફતાર ઘટી, 624 પોઝિટિવ કેસ, 4 મોત, 8,368 દર્દીની હાલત સ્થિર

વડોદરા: કોરોનાં પોઝિટિવના વધુ 624 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 66,268 ઉપર પહોંચ્યો છે.જ્યારે મંગળવારે પાલિકા દ્વારા જારી કરેલ યાદી મુજબ કોરોનાં ને કારણે 4 મરણ નોંધાતા મોંતની સંખ્યા 584 પર પહોંચી હતી.વડોદરા શહેરમાં વિતેલા 24 કલાકમાં 9,176 સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેમાં 624 પોઝિટિવ અને 8,552 નેગેટિવ આવ્યા હતા.

શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કુલ 8,977 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.જેમાં 8,368 દર્દીઓની હાલત સ્થિર છે.જ્યારે 609 દર્દીઓની હાલત ગંભીર છે.જેમાં ઓક્સિજન ઉપર 371 અને 238 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે.આ ઉપરાંત કોરોનાં પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા કુલ 5,186 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે.શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલ તેમજ હોમ આઈસોલેશન માંથી 857 વ્યક્તિઓને રજા અપાઈ છે.આ સાથે કુલ ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 56,707 ઉપર પહોંચી હતી.

જ્યારે શહેર વિસ્તારના ઇલોરાપાર્ક, તાંદલજા, વાસણા રોડ, જેતલપુર, માંજલપુર, સમા, કારેલીબાગ, પાણીગેટ, કિશનવાડી, ફતેગંજ, નિઝામપુરા, સુભાનપુરા, ગોત્રી, નાગરવાડા, અકોટા, એકતાનગર, વારસીયા, ફતેપુરા, આજવા રોડ, વાઘોડીયા રોડ, ગોકુળનગર, મકરપુરા, ન્યુ વી.આઇ.પી. રોડ, માણેજા, સોમા તળાવ, વડસર, ગોરવા, હરણી, અલકાપુરી વિસ્તારમાંથી કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. જ્યારે ગ્રામ્યમાં ડભોઇ, પાદરા, કરજણ, સાવલી, કંડારી, નરસિંહપુરા, પોઇચા, સાંગમાં, રાજુપુરા, સમલાયા, સીતાપુરા, લતીપુરા, વેમારડી, જરોદ, ટીંબરવા, બરકાલ, સિહોર, સાધલી, સાધી, રણું, વેજપુર, કોયલી, આસોજ, વરણામાં, પોર, ગોરીયાદ ખાતેથી કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા.

મંગળવારે 857 દર્દીઓને નિયમ પ્રમાણે રજા આપવામાં આવી હતી.જેમાં 130 સરકારી હોસ્પિટલ,173 ખાનગી હોસ્પિટલ અને 554 દર્દીઓને હોમ આઈસોલેશન ખાતેથી રજા આપવામાં આવી છે.વીતેલા 24 કલાકમાં કરાયેલ સેમ્પલીંગની કામગીરીમાં શહેરના ઉત્તર ઝોનમાં 137 દર્દીઓ,દક્ષિણ ઝોનમાં 122 દર્દીઓ ,પૂર્વ ઝોનમાંથી 82 દર્દીઓ અને પશ્ચિમ ઝોન માંથી 116 વ્યક્તિઓ કોરોનાં સંક્રમિત થયા છે.જ્યારે વડોદરા રૂરલ માંથી 167 દર્દીઓ મળી મંગળવારે કુલ 624 કોરોનાં પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા.જ્યારે અત્યાર સુધીમાં કોરોનાં પોઝિટિવના કુલ કેસોનો આંક 66,268 ઉપર પહોંચ્યો છે.

એનેસ્થેસિયા ટેક્નિશ્યનનું કોરોનાથી મોત

વડોદરા શહેરના આજવારોડ ખોડિયાર નગર ખાતે રહેતા 40 વર્ષીય કિશોરભાઈ સોલંકી છેલ્લા 10 વર્ષથી ગોત્રી જીએમઈઆરેસ હોસ્પિટલ ખાતે એનેસ્થેસિયા ટેક્નિશ્યન તરીકે ફરજ બજાવતા હતા.ત્યારે તેઓ કોરોનાકાળમાં પણ કોરોના વોરિયર તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી દર્દીઓની પડખે ઉભા રહ્યા હતા.

દરમિયાન તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. અને કોરોનાની સારવાર માટે તેમને ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલ ખાતે દાખલ કર્યા હતા.ત્યારે મંગળવારે સવારે કિશોરભાઈ સોલંકીનું સારવાર દરમિયાન મોત થયું હતું.જેને લઈને ગોત્રી જીએમઈઆરેસ હોસ્પિટલના તમામ કર્મચારીઓમાં ગમગીની છવાઈ ગઈ હતી.જ્યારે આ કોરોના વોરિયરને હોસ્પિટલના તમામ કર્મચારીઓ જેવા કે સિક્યુરિટી ગાર્ડ, ડોકટર્સ,નર્સિંગ સ્ટાફ તથા ફોરેન્સિક ડિપાર્ટમેન્ટના હેડ ડો.હિતેશ રાઠોડ દ્વારા તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે કોરોનામાં જીવ ગુમાવનાર કિશોરભાઈ છેલ્લા 10 વર્ષથી ગોત્રી જીએમઈઆરેસ હોસ્પિટલમાં ઓર્થોપેડિકમાં પહેલેથી ઓટી આસિસ્ટન્ટ તરીકે નિમણુંક પણ કરવામાં આવી હતી.હાલ તેઓ એનેસ્થેસિયા ટેક્નિશિયન તરીકે ફરજ બજાવતા હતા.દરમિયાન તેઓની તબિયત બગડતા કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો.જે પોઝિટિવ આવતા પ્રથમ ખાનગી અને ત્યારબાદ વધુ સારવાર માટે શહેરની ગોત્રી હોસ્પિટલમાં રીફર કરાતા જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું. જ્યારે કોરોનામાં મૃત્યુ પામેલા કોરોના વોરિયરનના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી આર્થિક સહાય તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા પણ મદદ કરવામાં આવે તેવી માંગણી મૃતકના સાથી કર્મચારીઓએ કરી હતી.

મ્યુકોરમાઈકોસિસના નવા 19 દર્દી નોંધાયા : 4ને ડિસ્ચાર્જ કરાયા

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં નવા 15 અને ગોત્રી હોસ્પિટલમાં નવા 4 દર્દીઓ સાથે કુલ આંક 262 પર પહોંચ્યો હતો.જ્યારે એસેસજીમાં 20 દર્દીઓની બાયોપ્સી કરવામાં આવી હતી.મંગળવારે 4 દર્દીઓ સાજા થઈ જતા રજા આપવામાં આવી હતી.તેમજ સારવાર લઈ રહેલા 2 દર્દીના મોત થયા હતા. એસએસજી હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસના વધુ 15 દર્દીઓ નોંધાયા છે.જેથી અત્યાર સુધીનો કુલ આંક 201 પર પહોંચ્યો છે.દિવસ દરમિયાન 20 દર્દીઓની બાયોપ્સી કરવામાં આવી હતી.એસેસજીમાં કુલ 39 દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી.આ સર્જરીમાં ટ્રાન્સઝનલ એન્ડોસ્કોપીક પાર્શિયલ મેક્સિલેટરી એટલે કે દૂરબીનથી નાકની અંદરની સર્જરી 9 તથા 30 દર્દીઓની લોકલ એનેસ્થેશિયા આપીને સર્જરી કરવામાં આવી હતી.દિવસ દરમિયાન મ્યુકોરમાઈકોસિસના કારણે એસેસજી હોસ્પિટલના બિછાને સારવાર દરમિયાન 2 દર્દીના મોત થયા હતા.જ્યારે 3 દર્દીને રજા આપવામાં આવી હતી.ગોત્રી હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસના વધુ 4 દર્દીઓ નોંધાયા છે.જેમાં અત્યાર સુધી કુલ દર્દીઓની સંખ્યા 61 પર પહોંચી છે.

જ્યારે 6 દર્દીઓની બાયોપ્સી કરવામાં આવી હતી.જ્યારે 13 દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી.આ સર્જરીમાં ટ્રાન્સઝનલ એન્ડોસ્કોપીક પાર્શિયલ મેક્સિલેટરી એટલે કે દુરબીનથી નાકની અંદરની સર્જરી 6 અને લોકલ એનેસ્થેશિયા આપીને 7 દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી.ગોત્રી હોસ્પિટલ માંથી દિવસ દરમિયાન 1 દર્દી સાજો થઈ જતા રજા આપી દેવામાં આવી હતી.ઉલ્લેખનિય છે કે શહેરની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા મ્યુકોરમાઈકોસિસના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાઈ રહ્યો છે.

Most Popular

To Top