Gujarat Main

કોરોનાના કેસો વધતાં આકરા નિયંત્રણો આવે તેવી સંભાવના

ગાંધીનગર(Gandhinagar): મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) ગુરૂવારે (Thursday) સવારે કોરોનાના (Corona) વધતાં જતાં કેસોના પગલે 10માં વાઈબ્રન્ટ સમિટને મોકૂફ રાખવાની જાહેરાત કર્યા બાદ રાજ્યના ચીફ સેક્રેટરી પંકજકુમારે કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી હતી. બેઠકમાં રાજ્યના 10 જેટલા આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં 108 ઈમરજન્સી એમ્બ્યૂલન્સ સેવા, 104 હેલ્થ હેલ્પલાઈન, ઓક્સિજનનો સ્ટોક, સરકારી હોસ્પિટલોમાં બેડની ઉપલબ્ધતા, દવા-ઈન્જેકશનોનો સ્ટોક, હોસ્પિટલમાં સ્ટાફની ઉપલબ્ધતા સહિતના મુદ્દે ચર્ચા કરાઈ હતી. કોરોનાની ત્રીજી લહેરના પગલે આરોગ્ય વિભાગના એલર્ટ રહેવા સૂચના અપાઈ હતી. કોરોના દરમ્યાન કરફ્યુની મુદત આવતીકાલે પૂર્ણ થઈ રહી છે ત્યારે હવે આજે રાત્રે યોજાનારી મહત્વની કોર ગ્રુપની બેઠકમાં સરકાર દ્વારા શાળા ચાલુ રાખવી કે કેમ ? તે મામલે તથા આકરા નિયંત્રણો લાદવાના મુદ્દે પણ નિર્ણય લેવાઈ શકે છે.

સૂત્રો પાસેથી મળતી માહિતિ મુજબ રાજ્યમાં કર્ફ્યુને સમય વધારવામાં આવી શકે છે. એટલું જ નહીં સિનેમા હોલ, મોલ બાબતે પણ કડક પ્રતિબંધો આવી શકે છે. હોટલમાં બસ મુસાફરી દરમ્યાન પણ આ પ્રતિબંધો લાદી શકાય છે. જો કે આ અંગેની સ્પષ્ટતા મિટિંગમાં નિર્ણય લેવાયા બાદ જ થઈ શકશે.

રાજ્યમાં કોરોનાનો કહેર: નવા 4213 સાથે એક્ટિવ કેસ 14 હજારને પાર

રાજ્યમાં કોરોનાનો કહેર શરૂ થઈ ગયો છે. રાજ્યના ત્રણ જિલ્લાઓ સિવાય બાકીના તમામ જિલ્લાઓમાં કોરોના આક્રમક બની લોકોને ડરાવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 4213 નવા કેસ નોંધાયા છે. બીજી તરફ એક્ટિવ કેસની સંખ્યા પણ વધીને 14346 થઈ છે. કોરોનાથી તાપીમાં એક દર્દીનું મૃત્યુ થયું છે. આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 10,117 દર્દીના મોત થયા છે.

સૌથી વધુ અમદાવાદમાં 1835 નોંધાયા છે. સુરત મનપા પણ કોરોનાના નવા કેસમાં પાછળ રહે તેમ નથી, ગુરૂવારે સુરત મનપામાં નવા 1105 કેસ નોંધાયા છે. જોકે એક રાહતના સમાચાર એ છે કે રાજ્યમાં ઓમિક્રોનનો એક પણ નવો કેસ નોંધાયો નથી. રાજ્યમાં 29 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 14317 દર્દીઓ સ્ટેબલ છે. સાથે જ ગુરૂવારે કોરોનાથી વધુ 860 દર્દીઓ સાજા પણ થયા છે.

ગુરૂવારે અમદાવાદ મનપામાં કોરોનાના નવા 1835 કેસ સાથે રાજ્યના અન્ય શહેરોમાં સુરત મનપામાં 1105, રાજકોટ મનપામાં 183, આણંદમાં 112, વડોદરા મનપામાં 103, સુરત ગ્રામ્ય 88, કચ્છમાં 77, ખેડામાં 66, ગાંધીનગર મનપામાં 59, વલસાડમાં 58, નવસારીમાં 46, ભરૂચમાં 43, રાજકોટ ગ્રામ્યમાં 41, ભાવનગર મનપામા 38, ગાંધીનગર ગ્રામ્યમાં 32, જામનગર મનપામાં 30, જૂનાગઢ મનપામાં 30, અમદાવાદ ગ્રામ્યમાં 27, સાબરકાંઠામાં 23, મહેસાણામાં 22, દેવભૂમિ દ્વારકામાં 18, મોરબીમાં 18, પંચમહાલમાં 18, સુરેન્દ્રનગરમાં 17, અમરેલીમાં 16, દાહોદમાં 15, ગીર સોમનાથમાં 15, તાપીમાં 14, વડોદરા ગ્રામ્યમાં 13, સાબરકાંઠામાં 12, અરવલ્લીમાં 11, મહીસાગરમાં 7, નર્મદામાં 6, પોરબંદરમાં 5, છોટાઉદેપુરમાં 3, જામનગર ગ્રામ્યમાં 3, ભાવનગર ગ્રામ્યમાં 2, જુનાગઢ ગ્રામ્યમાં 2 નવા કેસ નોંધાયા છે. જ્યારે માત્ર બોટાદ, ડાંગ અને પાટણ જિલ્લામાં એક પણ નવો કેસ નોંધાયો નથી.

રસીકરણ

રાજયમાં આજે દિવસ દરમ્યાન 5.01 લાખ લોકોનું કોરોના સામે રસીકરણ કરાયુ છે. જેમાં 45 વર્ષથી વધુ ઉમરના 9303 લોકોને રસીનો પહેલો ડોઝ અને 45 વર્ષથી વધુ ઉમરના 30053 લોકોને રસીનો બીજો ડોઝ આપવામા આવ્યો છે. તેવી જ રીતે 18 થી 45 વર્ષના 113993 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 18 થી 45 વર્ષના 82339 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે, 15 થી 18 વર્ષ સુધીના 265433 લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ રસીકરણમાં રાજયના હેલ્થ કેર વર્કર તથા ફ્રન્ટલાઈન વર્કરનો પણ સમાવેશ થાય છે. રાજયમાં અત્યાર સુધીમાં 9,23,36,392 લોકોને રસી આપવામાં આવી છે.


Most Popular

To Top