Gujarat Main

રવિવારે રાજ્યમાં કોરોનાના કેસો નવો રેકોર્ડ બનાવે તેવી સંભાવના, જાણો કેવી છે સ્થિતિ

ગાંધીનગર :રાજ્યમાં કોરોના દિવસે દિવસે કાળમુખો બની રહ્યો છે. જેથી મૃત્યઆંકમાં પણ વધારો થયો છે, શનિવારે એક જ દિવસમાં કુલ 97 દર્દીઓએ જીવ ગુમાવતા હાહાકાર મચી જવા પામ્યો છે, જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં શનિવારે નવા રેકોર્ડબ્રેક 9541 કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ 97 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.

શનિવારે સુરત શહેરમાં 26, અમદાવાદ શહેરમાં 25, રાજકોટ શહેરમાં 8, વડોદરા શહેરમાં 7, સુરેન્દ્રનગરમાં 6, મોરબીમાં 3, બનાસકાંઠા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર મનપા, જામનગર ગ્રામ્ય, જામનગર મનપા, મહેસાણા, રાજકોટ ગ્રામ્યમાં 2-2 અને ભરૂચ, બોટાદ, ડાંગ, ગાંધીનગર મનપા, મહિસાગર, પંચમહાલ, સાબરકાંઠા અને વડોદરા ગ્રામ્યમાં 1-1 મળી કુલ 97 દર્દીઓના મૃત્યુ થયા હતા.

રાજ્યમાં કુલ મૃત્યુઆંક 5267 થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન આજે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ શહેરમાં 3241, સુરત શહેરમાં 1720, વડોદરા શહેરમાં 369, રાજકોટ શહેરમાં 412, ભાવનગર શહેરમાં 114, ગાંધીનગર શહેરમાં 69, જામનગર શહેરમાં 194 અને જૂનાગઢ શહેરમાં 61 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 435, મહેસાણામાં 262, ભરૂચમાં 235, વડોદરા ગ્રામ્યમાં 210, બનાસકાંઠામાં 178, નવસારીમાં 148, પાટણમાં 147, જામનગર ગ્રામ્યમાં 124, પંચમહાલમાં 107 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 55,398, વેન્ટિલેટર ઉપર 304 અને 55,094 દર્દીઓ સ્ટેબલ છે.

અત્યાર સુધીમાં- કુલ 88,08,994 વ્યકિતઓનું પ્રથમ ડોઝનું અને 13,61,550 વ્યકિતઓના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આમ કુલ 1,01,70,544 રસીકરણના ડોઝ આપવામાં આવ્યાં છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 વર્ષ થી 60 વર્ષના કુલ 87,932 વ્યકિતઓનું પ્રથમ ડોઝનું રસીકરણ કરાયું છે, અને 56,047 વ્યકિતોઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યકિતને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.


Most Popular

To Top