બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)એ મંગળવારે જણાવ્યું હતું કે મુંબઈમાં કોરોનાવાયરસ સમુદાય સંક્રમણ (કમ્યુનિટી ટ્રાન્સમિશન)ના તબક્કે પહોંચી ગયો છે. શહેરમાં ઉભરતા નવા કેસો ન તો દર્દીઓના સંપર્કો (કોન્ટેકટ હિસ્ટ્રી બેઝડ) છે, ન તો મુસાફરીનો ઇતિહાસ (ટ્રાવેલ હિસ્ટ્રી બેઝડ) છે.
મુંબઈમાં અત્યાર સુધીમાં 34 જેટલા લોકોનાં મોત નીપજ્યાં છે. બીએમસીએ જણાવ્યું હતું કે આમાંથી 11 માં બીમારીઓના લક્ષ્ણો પૂર્વ અસ્તિત્વમાં નહોતા. બુધવારે સવારે, બીએમસી હેઠળના વિસ્તારોમાં 44 નવા કેસો મળી આવ્યા છે.
મુંબઈમાં જી-સાઉથ વોર્ડમાં સૌથી વધુ કેસ છે -78. મોટાભાગના દર્દીઓ વરલી, પ્રભાદેવી અને લોઅર પરેલની માછીમાર વસાહતમાંથી આવે છે. મુંબઈનો ‘ડી’ વોર્ડ, જેની મર્યાદામાં બાયકલા આવે છે, તે સૌથી વધુ કેસમાં બીજા ક્રમે છે.
બીએમસીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે એ આરોગ્ય કર્મચારીઓ અને ડોકટરો વિશે વધુ ચિંતિત છીએ, જેમના રિપોટૅસ પોઝિટિવ આવ્યા છે.”
“મુંબઇમાં, 50 થી વધુ મેડિકલ કમૅીઓના રિપોટૅ વાયરસ પોઝિટિવ મળ્યાં છે.
આથી મુંબઇમાં કોરોનાનો ‘સમુદાય’ (કમ્યુનિટી સ્પ્રેડ) ફેલાવો શરૂ થઇ ગયો છે. કારણ કે આ શહેરના વિવિધ ભાગોમાંથી સંખ્યાબંધ કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. અમે આ વિસ્તારોને ‘દૂષિત ક્લસ્ટર’ તરીકે જાહેર કરી રહ્યા છીએ, અને ત્યારબાદ તેને સીલ કરીશું. ”
મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ મંગળવારે મુંબઈના ધારાવી અને અન્ય ઝૂંપડપટ્ટીની મુલાકાત લીધી હતી. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે મેં વેન્ટિલેટર અને પરીક્ષણની સંખ્યા વધારવાનું કહ્યું છે. તે વધુ કેસો શોધી કાઢવામાં મદદ કરશે. તેમણે કહ્યુ કે હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે. બુધવારે બે માણસોના સકારાત્મક પરીક્ષણ થયા બાદ મુંબઈના ધારાવી વિસ્તારમાં કોરોનાવાયરસના કેસોની સંખ્યા હવે નવ પર પહોંચી ગઈ છે. નવા કેસ મુકુંદ ઝૂંપડપટ્ટી અને ધનવાડા ચૌલથી નોંધાયા છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મુંબઈમાં વાયરસ હોવાના બીએમસીના પ્રયત્નોની પ્રશંસા કરતા કહ્યું કે, “વિશ્વભરના અન્ય મહાનગરોની તુલનામાં મુંબઈ શહેરમાં ઓછા કેસ છે.”
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં કોરોનાવાયરસના અત્યાર સુધીમાં 5,194 કેસ નોંધાયા છે, જેમાં 149 મૃત્યુ અને 352 સાજા થયેલા કેસોનો સમાવેશ થાય છે.