જાપાનમાં હાલ ટોક્યો ઓલમ્પિક યોજાવા જઈ રહી છે ત્યારે ટોક્યોમાં કોરોનાના દૈનિક કેસોમાં વધારો નોંધાતા હવે ચિંતા ઉભી થઇ છે,હાલ જાપાનની રાજધાની ટોક્યો ( tokyo) માં કોરોના વાયરસના ( corona virus) 950 નવા કેસ સામે આવ્યા છે, જે બે મહિનામાં સૌથી વધુ દૈનિક મામલા છે. શહેરમાં સતત સંક્રમણ ફેલાય રહ્યું છે, જ્યારે ઓલિમ્પિકના આયોજનમાં હવે બે સપ્તાહથી પણ ઓછો સમય બાકી છે.
શુક્રવારે આવેલા 822 કેસની તુલનામાં શનિવારે નોંધાયેલા કેસની સંખ્યા વધુ છે. પ્રધાનમંત્રી યોશીહિદે સુગાએ 23 જુલાઈથી શરૂ થનાર ઓલિમ્પિક ( olympic) દરમિયાન સંક્રમણના અનિયંત્રિત પ્રસારને રોકવા માટે ગુરૂવારે ટોક્યોમાં ઇમરજન્સીની જાહેરાત કરી દીધી, જે સોમવારથી પ્રભાવી થશે.
સરકારે પહેલા ઓછા કડક ઉપાય કરવાની યોજના બનાવી હતી, પરંતુ ટોક્યો ક્ષેત્રમાં વાયરસના વધુ સંક્રામક ડેલ્ટા સ્વરૂપ ફેલાવાને કારણે ઇમરજન્સી લાગૂ કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. નિષ્ણાંતોએ ચેતવણી આપી કે સંક્રમણના દૈનિક મામલા કેટલાક સપ્તાહની અંદર હજારો સુધી પહોંચી શકે છે કારણ કે લોકો ગરમીની રજાઓમાં દેશભરમાં યાત્રા કરી રહ્યા છે અને ઓલિમ્પિકમાં વિદેશી અને ઘરેલૂ મુલાકાતીઓનું ટોક્યોમાં આગમન થશે.જેના કારણે હવે કોરોનાના દૈનિક કેસોમાં આગામી દિવસોમાં વધારો નોંધાય તો નવાઈ નહિ.
ઓલિમ્પિક અધિકારીઓએ જાપાનના અન્ય ભાગમાં દર્શકોની સીમિત ઉપસ્થિતિની મંજૂરી આપતા, ટોક્યો ક્ષેત્રમાં ઓલિમ્પિક સ્થાનો પર દર્શકોને મંજૂરી ન આપવાનો નિર્ણય કર્યો છે. પરંતુ હોક્કાઇડો અને ફુકુશિમાએ જાહેરાત કરી કે તેના ક્ષેત્રમાં ઓલિમ્પિક સ્થાનો પર દર્શકોને મંજૂરી હશે નહીં. જાપાને રસીકરણ ( vaccination) કાર્યક્રમમાં તેજી છતાં માત્ર 16.8 ટકા વસ્તીનું સંપૂર્ણ રીતે રસીકરણ થયું છે. જાપાનમાં અત્યાર સુધી કોવિડ-19ના ( covid 19) લગભગ 8,12,000 કેસ સામે આવ્યા છે અને લગભગ 15,000 મોત થયા છે.