રાજ્યમાં કોરોનાના નવા 4,251 કેસ નોંધાયા હતાં. જ્યારે અમદાવાદ મનપામાં 9 મૃત્યું સાથે રાજ્યમાં કુલ મૃત્યુંઆંક 65 પર પહોંચ્યો છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યું આંક 9469 થયો છે.
બીજી તરફ આજે 8,783 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 6,86,581 દર્દીઓ સાજા થયા છે. આજે થયેલા મૃત્યુમાં અમદાવાદ મનપામાં 9 સુરત મનપામાં 4, સુરત ગ્રામ્યમાં 3, વડોદરા મનપામાં 4, વડોદરા ગ્રામ્યમાં 3, રાજકોટ મનપામાં 3, રાજકોટ ગ્રામ્યમાં 3, જામનગર મનપામાં 3, ભાવનગર મનપા 1, જૂનાગઢ મનપા 2, જૂનાગઢ ગ્રામ્યમાં 2, મહેસાણામાં 3, સહિત કુલ 65 દર્દીઓએ જીવ ગુમાવ્યાં છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન આજે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ મનપામાં 803, સુરત મનપામાં 269, વડોદરા મનપામાં 367, રાજકોટ મનપામાં 175, ભાવનગર મનપામાં 136, ગાંધીનગર મનપામાં 45, જામનગર મનપામાં 123 અને જૂનાગઢ મનપામાં 92 કેસ નોંધાયા છે.
જ્યારે સુરત ગ્રામ્યમાં 171, જામનગર ગ્રામ્ય 63, વલસાડ 47, મહેસાણા 92, વડોદરા ગ્રામ્ય 172 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 84,421 વેન્ટિલેટર ઉપર 692 અને 83,729દર્દીઓ સ્ટેબલ છે.
આજે 18 થી 45 વર્ષ સુધીના વ્યકિતઓનો પ્રથમ ડોઝ 45113, 45 વર્ષથી વધુ ઉંમરના પ્રથમ ડોઝ 30,110, જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરનાનો બીજો ડોઝ 29,794, હેલ્થ કેર વર્કસ અને ફંટ લાઈન વર્કસનો પ્રથમ ડોઝ 8391, અને બીજો ડોઝ 4116 આમ અત્યાર સુધીમાં કુલ 1,50,67,752 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.