Charchapatra

કોરોના-કાળજું કંપાવતો ભૂતકાળ

જો જો હોં! માસ્ક અને સેનિટાઇઝર ફરી પાછાં વસાવી લેજો. કાળજું કંપાવતી ઘટનાઓનો ભૂતકાળ કોરોના ફરી પાછો વર્તમાન બને તો નવાઇ નથી! ચીનની સ્થિતિ ફરી પાછી કોરોનાના હાહાકારથી કફોડી બની ગઇ એવા સમાચાર સાંભળતાં જ આપણા દેશનાં લોકોમાં પણ ભયનું વાદળ છવાઈ જાય એ સ્વાભાવિક છે. આપણો એ ભય સાચો ન બને અને કોરોના ફરી પાછો સ્વદેશમાં ન વકરે એ માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કારણ ભૂતકાળમાં બની ગયેલ કોરોનાની લહેરમાં જે સ્થિતિ લોકો ભોગવી ચૂકયા છે એ દર્દનાક સ્થિતિમાંથી ભગવાને આપણને હેમખેમ રાખ્યાં છે. ઊંઘ, ભૂખ, આર્થિક અને માનસિક રીતે આપણને પછાડનાર કોરોના સાચે જ કોઈ રોગ હતો, જેમાં ઘણા બધાનો જીવ હોમાઇ ગયો કે પછી એક રાજરમત હતી એ પણ એક પ્રશ્ન ભૂતકાળમાં ઊઠયો હતો અને હવે પછી ચૂંટણીઓ પૂરી થતાં એ કોરોનાએ માથું ઉંચકયું છે તો તે એક સંજોગ છે કે પછી શું એ તો એક વણઉકેલાયેલો સવાલ જ રહેશે, પરંતુ જે હોય તે, પ્રજાએ સાવધાની રાખવી અને ધીરજ રાખવા સિવાય બીજો કોઇ વિકલ્પ જ નથી. નહીં તો ચીન જેવી આપણી સ્થિતિ થતાં પણ વાર ન લાગશે. ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે કોરોનાનો દર્દનાક ભૂતકાળ આપણને ફરી પાછો ન બતાવે અને આર્થિક, માનસિક અને ધંધા રોજગારમાં બેઠો થયેલો આપણો દેશ ફરી આ કોરોનામાં ન હોમાય! કોરોના એક ભૂતકાળ જ રહે!
અમરોલી – પાયલ વી. પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ચીન-ભારત સીયાના પ્રશ્નનું કાયમી નિરાકરણ કરો
હાલમાં જ ભારતની સરહદમાં 600થી પણ વધુ ચીની સૈનિકો એલ.ઓ.સી. ભંગ કરી ભારતની સરહદમાં બળપૂર્વક પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો જેને ભારતમાં વીર સૈનિકોએ નિષ્ફળ કર્યો. અહીં ગંભીર પ્રશ્ન એ છે કે આવી ઘટનાઓ ચીની સૈનિકો તરફથી વારંવાર થાય અને આ ઘટનાઓમાં ભારતના કેટલાક વીર સપુતો શહીદ થયા છે. તો આ ગંભીર પ્રશ્નના યોગ્ય અને કાયમી નિરાકરણ માટે ભારતે આ પ્રશ્ન આંતરરાષ્ટ્રીય સ્તર પર અને આંતરરાષ્ટ્રીય  લઇ જવો જોઇએ. હવે તો ભારત G20 દેશોના પ્રમુખપદ પર બિરાજમાન છે. જેથી ભારત તેનો અવાજ આંતરરાષ્ટ્રીય પર વધુ વજનદારપૂર્વક અને અસરકારક રીતે રજૂ કરી શકશે !
સુરત              -રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top