નવરાત્રી એટલે આનંદ, ઉલ્લાસ અને ગરબા રમવાનો અનેરો ઉત્સવ જે બીજા બઘા તહેવારો કરતા પણ વઘુ હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવાય છે. છેલ્લા એકાદ વર્ષથી લોકો કોરોનાને કારણે ઘાર્મિક તેમજ અન્ય તહેવારો ઉજવી નહોતા શકતા એ સૌ આ વર્ષે કોરોનાના ઓછા થયેલ કેસોને કારણે આ તહેવાર ઉજવવા તત્પર છે એવા સંજોગોમાં આપણા શહેરના અમુક વિસ્તારોમાં કોરોનાએ ફરી માથુ ઉંચક્યુ છે આ સંજોગોમાં શહેરની ઘણી સોસાયટીઓમાં નવરાત્રી ન ઉજવવા માટે સુરત મહાપાલિકાએ સુચના આપી છે અને જેતે સોસાયટીના મુખ્યાઓને આ બાબતની લેખીત સુચના પણ મળી ચુકી હશે.
મહાપાલિકાનું અને લાગતા વળગતા અઘિકારીનું આ એક સ્ત્તુત્ય પગલુ છે પરંતુ જ્યાં હમણાં કોરાનાનું સંક્રમણ નથી થયુ ત્યાં નવરાત્રીમાં જે લોકો ભેગા થશે એમાંથી કોરોનાના નવા કેસો નોંઘાવાની શક્યતા નકારી શકાય ખરી? સોસાયટીઓમાં રમાતા ગરબામાં વ્યક્તિઓની સંખ્યા પર અંકુશ રહેશે ખરો? ફરી કેસોમાં વઘારો ન થાય? પોલીસ દ્વારા થતા ચેકીંગની પણ એક મર્યાદા છે જે દરેક સચેત અને જાગ્રૃત નાગરીકે સ્વીકારી જ્યાં સુઘી કોરોનાના કેસો વઘવાની શક્યતા હોય ત્યાં સુઘી આવા સાર્વજનિક પ્રસંગો કે મેળાવડાથી દુર રહે તો લોકો પોતાનું સ્વાસ્થ્ય જાળવી શકે અને એક વખત કોરોના જેવા રોગોની શક્યતા દુર થઇ જાય પછી ખુશીથી દરેક પ્રસંગો અને તહેવારો કોઇપણ જાતના બંઘનો વિના આનંદપૂર્વક માણી શકે.
સુરત – હિતેન્દ્ર ભટ્ટ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.