SURAT

સુરતમાં કોરોનાના રોજીંદા દર્દીઓની સંખ્યા 2000ને નજીક : રવિવારે 1929 દર્દીઓ નોંધાયા

શહેરમાં કોરોનાનો અજગર ભરડો સતત વધી રહ્યો છે. મહામારી સાબિત થઇ રહેલા કોરોનામાં રોજે રોજ દર્દીઓની સંખ્યામાં મોટો વધારો થઇ રહ્યો છે. તો મોતનો આંકડો પણ મોટો થઇ રહ્યો છે, ત્યારે કોઇ નાનકડા રાજયમાં નથી નોંધાતા એટલા રોજના દર્દી સુરતમાં નોંધાવા માંડયા છે. રવિવારે સુરતમાં એક જ દિવસમાં 1929 દર્દીઓ નોંધાયા હતા. જેમાં અઠવા ઝોનમાં 344 અને રાંદેર ઝોનમાં 342 દર્દીઓ નોંધાયા છે. જયારે ચાર ઝોનમાં 200થી વધુ દર્દીઓ નોંધાઇ રહ્યાં છે.

સાથે જ પોઝિટિવ દર્દીઓનો કુલ આંક 68,312 પહોંચી ચૂક્યો છે. તો 24 કલાકમાં વધુ 24 મોત સાથે કુલ મૃત્યુઆંક 1152 પર પહોંચ્યો છે. તો બીજી બાજુ રિકવરી રેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. એક સમયે શહેરમાં રિકવરી રેટ વધીને 97 ટકા પર પહોંચી ચૂક્યો હતો. પરંતુ હાલમાં દરરોજ વધતા જતા સંક્રમણને પગલે છેલ્લા 40 દિવસમાં રિકવરી રેટમાં 123ટકાનો ઘટાડો થયો છે. જે સીધો હવે 84.73 ટકા પર આવી ગયો છે. શનિવારે શહેરમાં વધુ 635 દર્દીઓ સાજા થયા હતા.

કયા ઝોનમાં કેટલા કેસ?
ઝોન કેસ

સેન્ટ્રલ 218
વરાછા-એ 221
વરાછા-બી 226
રાંદેર 342
કતારગામ 236
લિંબાયત 170
ઉધના 172
અઠવા 344

Most Popular

To Top