નવી દિલ્હી: મોંઘવારીનો ચારેબાજુ માર સહન કરી રહેલા લોકોને રાહત આપતા સમાચાર સામે આવ્યા છે. જાહેર ક્ષેત્રની ઓઈલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ ગેસ (commercial gas)ના ભાવ(Price)માં ઘટાડો(Down) કર્યો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ઘટેલી કિંમત ગુરુવારથી લાગુ થઈ ગઈ છે. કંપનીઓએ LPG સિલિન્ડરનાં ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 1લી સપ્ટેમ્બરે કોમર્શિયલ એલપીજી(LPG) સિલિન્ડરને સસ્તા કરી દીધા છે. કંપનીઓના જણાવ્યા અનુસાર હવે દિલ્હીમાં ઈન્ડેન સિલિન્ડર 91.50 રૂપિયા, કોલકાતામાં 100 રૂપિયા, મુંબઈમાં 92.50 રૂપિયા અને ચેન્નાઈમાં 96 રૂપિયા સસ્તું થયું છે. જોકે, ઘરેલુ એલપીજી સિલિન્ડર 14 કિલોના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
કોમર્શિયલ સિલિન્ડરની નવી કિંમત
કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. ઘરેલું સિલિન્ડરનો દર 6 જુલાઈના રોજ જેટલો જ દરે યથાવત છે. કંપનીઓએ છેલ્લે 6 જુલાઈના રોજ સિલિન્ડર પર 50 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. આજથી દિલ્હીમાં 19 કિલોનો LPG સિલિન્ડર 1976.50 રૂપિયાને બદલે 1,885 રૂપિયામાં મળશે. કોમર્શિયલ સિલિન્ડરની કિંમત મુંબઈમાં 1844 રૂપિયા અને ચેન્નાઈમાં 2045 રૂપિયા થઈ ગઈ છે. પહેલા તે કોલકાતામાં 2095.50 રૂપિયામાં ઉપલબ્ધ હતું પરંતુ હવે તે 1995.50 રૂપિયામાં ઉપલબ્ધ છે.
14 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત
શહેર | ભાવ |
કન્યા કુમારી | 1137 |
આંદામાન | 1129 |
રાંચી | 1110.5 |
મુંબઈ | 1052.5 |
દિલ્હી | 1053 |
બેંગલુરુ | 1055.5 |
જયપુર | 1056.5 |
અમદાવાદ | 1060 |
ચંદીગઢ | 1062.5 |
આગ્રા | 1065.5 |
ચેન્નાઈ | 1068.5 |
શિમલા | 1097.5 |
લખનૌ | 1090.5 |
ઉદયપુર | 1084.5 |
ઇન્દોર | 1081 |
કોલકાતા | 1079 |
દેહરાદૂન | 1072 |
આ દિવસે નક્કી થાય છે ભાવ
દેશની ગેસ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરની કિંમત નક્કી કરે છે. 1 ઓગસ્ટના રોજ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 36 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. વાણિજ્યિક એલપીજી ગેસ મોટે ભાગે હોટલ, ખાદ્યપદાર્થોની દુકાનો વગેરેમાં વપરાય છે. તેનાથી તેમને કિંમતોમાં ઘટાડાથી મોટી રાહત મળશે. આ સતત ચોથો મહિનો છે જ્યારે કોમર્શિયલ ગેસના ભાવમાં ઘટાડો થયો છે. જ્યારે 1 એપ્રિલે આ સિલિન્ડરની કિંમતમાં 249.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. તેમજ દેશમાં ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં જુલાઈથી ઘટાડો કરવામાં આવ્યો નથી. ઘરેલું સિલિન્ડર દિલ્હીમાં 1053 રૂપિયા, કોલકાતામાં 1079 રૂપિયા, મુંબઈમાં 1052 રૂપિયા અને ચેન્નાઈમાં 1068 રૂપિયામાં ઉપલબ્ધ છે.