Entertainment

ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘કાલી’ના પોસ્ટરથી હંગામો, મહાકાળી માને સિગારેટ પીતા જોઈ યુઝર્સ ભડક્યા

મુંબઈ: ડોક્યુમેન્ટરી (Documentary) ફિલ્મ (Film) ‘કાલી’ના (Kaali) પોસ્ટરને (Poster) લઈને સોશિયલ મીડિયામાં (Social Media) મોટો વિવાદ શરૂ થઈ ગયો છે. આ ફિલ્મનું પોસ્ટર ભારતીય ફિલ્મ નિર્માતા લીના મણિમેકલાઈ (Leena Manimekalai) દ્વારા 2 જુલાઈએ રિલીઝ કરવામાં આવ્યું હતું. પરંતુ ફિલ્મના પોસ્ટરમાં ‘મા કાલી’ને સિગારેટ પીતા બતાવતા યુઝર્સ ભડકી ઉઠ્યા છે. આ સાથે જ ફિલ્મ નિર્માતા પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ ધરપકડની માંગ કરી રહ્યા છે.

2 જુલાઈએ રિલીઝ કરવામાં આવેલું ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘કાલી’ના પોસ્ટરે નિર્માતા માટે ફિલ્મની શરૂઆતમાં જ વિવાદ સર્જી નાખ્યો છે. આ ફિલ્મના પોસ્ટમાં મહાકાળી માતાનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે પરંતુ તેની સાથે જ માતાજીને સિગારેટ પીતા પણ બતાવવામાં આવ્યા છે. એટલું જ નહીં તેમના એક હાથમાં ત્રિશૂળ અને બીજા હાથમાં એલજીબીટી સમુદાયનો રંગબેરંગી ધ્વજ પણ બતાવવામાં આવ્યો છે. આ બે બાબતોને લઈને ફિલ્મના પોસ્ટરે વિવાદ સર્જયો છે. યુઝર્સના કહ્યા પ્રમાણે તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચતા તેઓ સોશિયલ મીડિયા પર લીના મણિમેકલાઈની ધરપકડ કરવાની માંગ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર લોકો ફિલ્મમેકર લીના મણિમેકલાઈને ઉગ્રતાથી વિરોધ કહી રહ્યા છે. #arrestleenamanimekalai સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. લોકોનું કહેવું છે કે પોસ્ટરમાં મેકર્સે માતા કાલીનું અપમાન કર્યું છે. લીના મણિમેકલાઈ પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે.

નિર્માતા લીના મણિમેકલાઈ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત હતી
લીનાએ ‘કાલી’નું પોસ્ટર 2 જુલાઈ, 2022ના રોજ લૉન્ચ કર્યું હતું. ફિલ્મ નિર્માતા લીના મણિમેકલાઈએ તેની ડોક્યુમેન્ટરી ફિલ્મનું પોસ્ટર શેર કરતા જણાવ્યું કે તેની ફિલ્મ કેનેડા ફિલ્મ ફેસ્ટિવલ (રિધમ્સ ઓફ કેનેડા)માં લોન્ચ કરવામાં આવી છે. તે પોતાની ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત હતી. પરંતુ પોસ્ટર સામે આવ્યા બાદ લોકોએ તેને સંપૂર્ણપણે નકારી કાઢી છે.

યુઝર્સે શું કહ્યું છે?
પોસ્ટર પર અમિત શાહને PMOને ટેગ કરતા એક સોશિયલ મીડિયા યુઝરે તેના પર કાર્યવાહીની માંગ કરી છે. અન્ય એક યુઝરે લખ્યું છે કે શરમ કરો, તમે જે મા કાલીનો સ્વભાવ બતાવ્યો છે તે તમારો છે, મા કાલીનો નહીં અને મા કાલી પોતે તમને આની સજા આપશે. આ દુષ્કર્મ માટે તમને ક્યારેય માફી નહીં મળે.

Most Popular

To Top