સયાજીરાવ યુનિવર્સિટીમાં ફરી એક વિવાદ ઉભો થયો છે.બે દિવસ રજા બાદ સોમવારથી ફરી રાબેતા મુજબ યુનિવર્સીટીમાં શૈક્ષણિક કાર્ય શરૂ થતાં એક વિદ્યાર્થીની નમાઝ અદા કરી રહી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ખડભળાટ મચી ગયો છે.આ ઘટના વીજળીક ઝડપે વાયરલ થતા શહેરના પોતીકા ધર્મગુરૂ ડો.જ્યોતિર્થનાથજી યુનિવર્સીટીની હેડ ઓફિસ ખાતે દોડી ગયા હતા અને પીઆરઓને આ મામલે સખ્તાઈથી કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.જોકે અગાઉ પણ નમાજ અદા કરવાની બે ઘટના બાદ આ ત્રીજી ઘટના બની છે.જેથી આ ઘટનામાં પણ યુનિવર્સિટીની બનાવેલ હાઈ કમિટી ઊંડાણ પૂર્વક તપાસ કરશે.
અગાઉ યુનિવર્સિટી ની સંસ્કૃત મહાવિદ્યાલય ફેકલ્ટીના ગેટ બહાર યુવક યુવતી નમાઝ અદા કરી રહ્યા હોવાનો વિડિયો વાયરલ થયો હતો જે બાદ કોમર્સ ફેકલ્ટી ખાતે પરીક્ષા આપવા આવેલા બે વિદ્યાર્થીઓએ કેમ્પસમાં જ નમાજ અદા કરી હતી આ વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેના કારણે ભારે હોબાળો પણ બચ્યો હતો હિન્દુ સંગઠન દ્વારા પણ આ મામલે ઉપગ્રહ વિરોધ પ્રદર્શન કરાયું હતું.ત્યાર બાદ એક યુવતી નમાજદા કરી રહી હોવાનો વધુ એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ફરી યુનિવર્સિટી વિવાદમાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આ વિડીયો બે દિવસ પહેલાનો હોવાનું જાણવા મળ્યું છે. હવે આ ત્રીજી એક નમાજ પડવાની ઘટનાને લઈને આગામી દિવસોમાં વિવાદ વકરે તો નવાઈ નહીં.
ઊંડાણ પૂર્વક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરાશે
યુનિ.માં એક વિડીયો વાયરલ થયો છે.જે સંદર્ભે પણ યુનિવર્સિટીએ એક હાઈ પાવર કમિટી બનાવેલી છે.આ કમિટી સમક્ષ મૂકવામાં આવશે અને કમિટીને જે પણ કાંઈ જરૂરી માહિતી જોઈતી હશે તે ત્યાંના ડીન અથવા તો તે ડિપાર્ટમેન્ટના હેડ અથવા તો વિદ્યાર્થીનીને બોલાવવાની જરૂર પડશે તો બલવાશે. બે દિવસ યુનિ. બંધ હતી ફરીથી ખુલી છે અને એ સંદર્ભે પણ જે કહી શકાય કે જે સત્તાઓ છે એ હાઈ પાવર કમિટીને આપવામાં આવેલી છે એટલે કમિટી આમાં ઊંડાણ પૂર્વક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરશે. -લકુલીશ ત્રિવેદી ,પીઆરઓ ,MSU
આ મામલે કડક કાર્યવાહીની માંગ
આયોજન પૂર્વક કોઈના દોરી સંચારથી થતું કોમી વયમનસ્ય ઉભુ કરવા માટેનું આ એક ઈરાદા પૂર્વકનું કૃત્ય છે.પહેલા પણ યુનિવર્સિટી સત્તાધીશોને રજૂઆત કરી ચૂક્યા છે અને તેમાં વાત કરી તી કે આના ઉપર સખ્તાઈથી કાર્યવાહી કરવામાં આવે. આની માટે જે કમિટી બનાવી છે તે શું કરશે એ મહત્વનું છે પણ કાર્યવાહી કડક જ થાય તે અમારી માંગ છે જ અને રહેશે.હું એક ધાર્મિક નેતા તરીકે નથી આવ્યો પણ મારી યુનિવર્સિટી એ મારી માતૃસંસ્થા છે અને એ મારી માતૃસંસ્થાની ગરિમા માટે હું ખાસ આવ્યો છું. -ડો.જ્યોતિર્થનાથજી ,ધર્મગુરૂ