સ્વતંત્ર ભારતમાં સરકારી કે અર્ધસરકારી નોકરીમાં શીડયુલ મુજબની ટકાવારી ઘટાડવાને બદલે તેમાં વધારો કરવા વિચારતા જ હોય છે. જેના પરિણામે ઉચ્ચ કારકિર્દી મેળવતાં યુવાનો અને શિક્ષિત જનતા નોકરી નહીં મેળવી શકવાને પરિણામે બેકારીમાં વધારો થતો જાય છે. છતાં પણ મતબેંકને રાજી રાખવા રાજકારણીઓ ખુરશી પોતાની વધારવા અનામતરૂપી ઢાલનો પીછો છોડતા નથી. વોટ બેન્ક હાંસલ કરવા સંસદરૂપી સાગરમાં તરવા રાજકારણીઓ અનામતરૂપી ડબ્બાને કયાં સુધી ઉપયોગ કરતા રહેશે? એ વિચારવંત છે. હવે તો તેઓ પણ સદ્ધરતા સંપાદન કરી ક્રિમીલેઅર બનતા જાય છે. મોટેભાગે સરકારી સંસ્થામાં જોતા આવ્યા છીએ કે કામમાં વિલંબ અને સરકાર જેને દૂર કરવા પ્રવાસ કરે છે. તેમાં રૂશ્વતખોરી એક યા અન્ય સ્વરૂપે વધતી જ જાય છે.
આમ ને આમ સરકારની આવી ખોટી પ્રથાને પરિણામે જનતા આપબળે આગળ આવવાને બદલે બિનસાંપ્રદાયિક દેશમાં તેઓને પાછળ પાડતાં રહીશું. તેમના અવરોધના અધિકારી આપણે જ ગણાઇશું અને રાજકારણીઓ પોતાનો રોટલો શેકતા જ રહેશે એ નિર્વિવાદ છે. આમ વોટબેન્કની લાલચમાં અનામતરૂપી ચિનગારી ચેતાવવાનું ઘટાડવામાં આવે એમાં જ આમજનતાની ભલાઈ છે. ફયુઅલ અને ગેસમાં સબસીડી ઘટાડી તેની કિંમતમાં વધારો કરી શકતા હોય તો અનામત પ્રથમાં શું શકય નથી? ભારત સિવાયના અન્ય દેશોમાં અનામત પ્રથા નથી એવા દેશો આર્થિક રીતે ઘણા જ સદ્ધર છે, જેને પરિણામે આજીવિકા અર્થે અન્ય દેશનો સહારો ભારત દેશના યુવાનો લેતા હોય છે.
સુરત – ભૂપેન્દ્ર સી. મારફતિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે