પુણે: પુણે-બેંગ્લોર હાઈવે (Pune-Bangalore Highway) પર એક ભયાનક અકસ્માત (Accident) થયો હતો. પુણે-બેંગલુરુ હાઈવે નજીક નાવલે બ્રિજ પર એક કન્ટેનર (container) બેકાબૂ બની બે-ચાર નહીં, પરંતુ 48 જેટલા વાહનો અડફેટે લઈ લીધા હતા. આ ભયાનક અકસ્માતમાં 50થી વધુ લોકો ઘાયલ (Injured) થયા હોવાનું સામે આવ્યું હતું. અકસ્માત બાદ સતારાથી મુંબઈ જતા રોડ પર લગભગ બેથી ત્રણ કિલોમીટર લાંબો જામ થઈ ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે બ્રેક ફેલ (Break fail) થવાને કારણે કન્ટેનર બેકાબૂ બની 48 ગાડીઓને ટક્કર મારી હતી.
બેકાબૂ કન્ટેનર 48 વાહનોને કચડી નાખ્યા
મળતી માહિતી અનુસાર રવિવારે રાત્રે મહારાષ્ટ્રના પુણેમાં પુણે-બેંગલુરુ હાઈવે પર એક ભયાનક અકસ્માત બન્યો હતો. આ અકસ્માતમાં 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ઝડપભેર કન્ટેનર સતારાથી મુંબઈ તરફ જઈ રહ્યું હતું. આ દરમિયાન અચાનક તેની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. ત્યાર બાદ બેકાબૂ કન્ટેનર એક બાદ એક 48થી વધુ ગાડીઓને ટક્કર મારતા આગળ વધ્યું હતું. તેમજ આ કારોએ પણ અન્ય કેટલાક વાહનોને ટક્કર મારી હતી. જેના કારણે મોટો અકસ્માત થયો હતો. ત્યાર બાદ આ કન્ટેનર વડગાંવ પુલ પાસે અથડાઈને અટકી ગયું હતું. આ ઘટના બાદ સતારાથી મુંબઈ જતા રોડ પર લગભગ બેથી ત્રણ કિલોમીટર લાંબો જામ થઈ ગયો હતો.
ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી ન હતી
આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને મંગેશકર અને નવલે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જ્યાં તેઓની સારવાર આપવામાં આવી રહી છે. આ અકસ્માતમાં કન્ટેનરનો ચાલક પણ ઘાયલ થયો છે. તેની સારવાર પણ કરવામાં આવી રહી છે. બ્રેક ફેઈલ થવાના કારણે તેની ધરપકડ કરવામાં આવી નથી. ટક્કર એટલી ભયાનક હતી તે વાહનોની હાલત જોઈને સરળતાથી સમજી શકાય છે. અનેક વાહનોના ભૂક્કા નીકડી ગયા હતા. જ્યારે કેટલાક વાહનોને રોડ પરથી હટાવવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી. એક વાહનનો આગળનો ભાગ વિખેરાઈ ગયો હતો, જ્યારે કારનો પાછળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો. જાણવા મળી આવી રહ્યું છે કે કન્ટેનરની સ્પીડ ઘણી વધારે હતી જેના કારણે તે 4 ડઝન વાહનોને ટક્કર મારી હતી.