Vadodara

ખોડિયાર નગર પાસે છેલ્લા 20 દિવસથી ભુવાનું નિર્માણ

વડોદરા: વડોદરા શહેરમાં વગર વરસાદે ભુવા પડવાનો સિલસિલો ચાલુ જ છે.પરંતુ કેટલાક કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની બેદરકારી બદલ નાગરિકોને હાલાકી ભોગવવી પડે છે.ત્યારે સામાજીક કાર્યકર કમલેશ પરમારે જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં આવેલ ખોડીયાર નગર પાસે ઇન્ડિયન પેટ્રોલ પંપની સામે સતત 20 દિવસથી ભૂવો પડેલ છે છતાં કોર્પોરેશનના અધિકારીઓ તેમજ કોર્પોરેટર નું ધ્યાન જતું નથી.ટૂંક સમય પહેલા જ ખોડીયાર નગર પાસે રોડના વચ્ચે ભુવો પડ્યો હતો.

અવારનવાર વગર વરસાદે વિસ્તારમાં ખાડા ,ભુવા પડી રહ્યા છે,સાથે ટુંક સમય પહેલાં લેપરેશી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન દ્વારા રોડ શો કરવામાં આવ્યો હતો ત્યારે લખોટી ગગડે તેવો રોડ બનાવવા આવ્યો હતો, સાથે ખોડીયાર નગર થી સરદાર એસ્ટેટ સુધી આજુબાજુના ભાંગે પેવર બ્લોક લગાવ્યા હતા.પરંતુ હાલમાં પેવર બ્લોક ગાયબ થઈ ગયા છે. દબાણ શાખાના અધિકારીઓને આ રોડનું દબાણ નથી દેખાતું. પરંતુ જો કોઈપણ નેતા,મંત્રી આવે તો ચોક્કસ રોડ રસ્તા પર લાલી પાવડર લગાવવામાં આવે છે હવે નવા મેયર અને ચેરમેનને વિનંતી કરવામાં આવી છે કે જો આ ભુવાને તાત્કાલિક ધોરણે પુરાણ કરવામાં નહીં આવે તો ચોક્કસ સામાજીક કાર્યકર દ્વારા રામધૂન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

Most Popular

To Top