Gujarat

33 જિલ્લામાં 13061 કૉમ્યુનિટી કોવિડ કેર સેન્ટરનું લોક ભાગીદારીથી નિર્માણ

ગાંધીનગર : કોરોનાના ( corona) સામાન્ય લક્ષણો ધરાવતા ગ્રામ્ય નાગરિકોને રહેવા-જમવા સારવારની સુવિધાથી તેમને અન્યોથી અલગ તારવીને ગામમાં કોરોના ફેલાતો અટકાવી ‘મારૂં ગામ કોરોના મુકત ગામ’ અભિયાનનો ગુજરાતના સ્થાપના દિવસ 1 લી મે થી રાજ્યના 17 હજાર ગામોમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાનને માત્ર પાંચ દિવસના ટૂંકાગાળામાં વ્યાપક પ્રતિસાદ સાંપડ્યો છે. માત્ર પાંચ દિવસના ટૂંકાગાળામાં રાજ્યના 33 જિલ્લામાં 13061 કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર ( community covid care centre) નું નિર્માણ કરી 1 લાખ 20 હજાર બેડની વ્યવસ્થા કરાઈ છે.કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરમાં આઈસોલેશન માટે 2627 કોરોના પોઝિટિવ ( corona positive) દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે. કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સમાં ભોજન-ગુણવત્તાયુક્ત દવાઓ સહિતની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.


રાજ્ય સરકારના પંચાયત-ગ્રામવિકાસ વિભાગ દ્વારા ગ્રામિણ લોકભાગીદારીથી શરૂ કરવામાં આવેલા કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સના મોનિટરિંગ અને અન્ય વ્યવસ્થાઓનું સંકલન જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શનમાં જે-તે તાલુકા વિકાસ અધિકારી અને ગામની 10 વ્યક્તિઓની બનેલી કમિટી કરે છે. ગ્રામ્ય કક્ષાએ સરકારી શાળા, કોમ્યુનિટી હોલ, સમાજવાડી, હોસ્ટેલ કે સરકારી મકાન જેવા બિલ્ડીંગ સ્થળોનો ઉપયોગ કરીને કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ શરૂ કરવામાં આવી રહ્યાં છે.


રાજ્યમાં જિલ્લાવાર આવા કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સની વિગતો જોઈએતો, અમદાવાદના 461 કોવિડ સેન્ટરમાં કુલ 3042, અમરેલીના 598 કોવિડ સેન્ટરમાં 3492, આણંદના 351 કોવિડ સેન્ટરમાં 1838, અરવલ્લીના 86 કોવિડ સેન્ટરમાં 1505, બનાસકાંઠાના 971 કોવિડ સેન્ટરમાં 7084, ભરૂચના 554 કોવિડ સેન્ટરમાં 4312, ભાવનગરના 668 કોવિડ સેન્ટરમાં 8771, બોટાદના 180 કોવિડ સેન્ટરમાં 1811, છોટાઉદેપુરના 343 કોવિડ સેન્ટરમાં 4270, ડાંગના 83 કોવિડ સેન્ટરમાં 1242, દાહોદના 732 કોવિડ સેન્ટરમાં 14581, દેવભૂમિદ્વારકાના 269 કોવિડ સેન્ટરમાં 1393, ગાંધીનગરના 286 કોવિડ સેન્ટરમાં 4585, ગીરસોમનાથના 310 કોવિડ સેન્ટરમાં 2260, જામનગરના 480 કોવિડ સેન્ટરમાં 7964, જૂનાગઢના 492 કોવિડ સેન્ટરમાં 7090, ખેડાના 355 કોવિડ સેન્ટરમાં 2529, કચ્છના 441 કોવિડ સેન્ટરમાં 2723, મહિસાગરના 357 કોવિડ સેન્ટરમાં 3254, મહેસાણાના 608 કોવિડ સેન્ટરમાં 2919, મોરબીના 360 કોવિડ સેન્ટરમાં 2632, નર્મદાના 676 કોવિડ સેન્ટરમાં 3192, નવસારીના 357 કોવિડ સેન્ટરમાં 2959, પંચમહાલના 487 કોવિડ સેન્ટરમાં 2435, પાટણના 220 કોવિડ સેન્ટરમાં 1970, પોરબંદરના 159 કોવિડ સેન્ટરમાં 1303, રાજકોટના 571 કોવિડ સેન્ટરમાં 5990, સુરેન્દ્રનગરના 268 કોવિડ સેન્ટરમાં 1460, સાબરકાંઠાના 474 કોવિડ સેન્ટરમાં 2795, સુરતના 17 કોવિડ સેન્ટરમાં 971, તાપીના 37 કોવિડ સેન્ટરમાં 351, વડોદરાના 428 કોવિડ સેન્ટરમાં 4523, વલસાડના 382 કોવિડ સેન્ટરમાં 3091 બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.આમ, સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓમાં કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર ઉભા કરીને 1,20,337 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.

Most Popular

To Top