SURAT

સુરતના આ બે મેટ્રો સ્ટેશનની ઉપર EWS આવાસ બનાવવા વિચારણા

સુરત: શહેરના ડ્રીમ પ્રોજેકટ એવા મેટ્રો રેલના અમુક સ્ટેશનની ઉપર ઇડબલ્યુએસ આવાસો બનાવી આવક ઉભી કરવા અને મેટ્રોને જે તે રૂટ પર ટ્રાફિક પણ મળી રહે તેવું આયોજન વિચારાયું છે.

  • મેટ્રો રેલ પ્રોજેક્ટના બે સ્ટેશનની ઉપર ઇડબલ્યુએસ આવાસો માટે પ્રેઝન્ટેશન
  • ચોક્કસ પોકેટના સ્ટેશનોને ટાર્ગેટ બનાવીï મેટ્રો સ્ટેશનોની ઉપર હાઉસિંગ સ્કીમ ડેવલપ કરવાની વિચારણા
  • પર્વત પાટીયા અને અડાજણના સ્ટેશનની હાલ પસંદગી

અગાઉ મેટ્રો પ્રોજેક્ટ અંગેની સંકલન બેઠકમાં આ વિચાર મુકાયા બાદ આજે મનપા કમિશનર સમક્ષ બે સ્ટેશનની ઉપર ઇડબલ્યુએસ આવાસ બનાવવા માટે પ્રેઝન્ટેશન રજુ કરાયું હતું. જો કે, મેટ્રો દ્વારા રજૂ કરાયેલા આ પ્રોજેકટમાં આવાસના લાભાર્થીઓ માટે પાર્કિંગ, કોમન પ્લોટ કે અન્ય સુવિધા માટે વ્યવસ્થા નહીં હોવાથી આ વ્યવસ્થા માટે સુરત મનપા પર જવાબદારી નાંખવા અને પ્રોજેકટ સાકાર કરવામાં પણ મનપાને જ જવાબદારી સોંપવા અંગે પણ ચર્ચા થઇ હતી.

શહેરનો ડ્રીમ પ્રોજેકટ મેટ્રો રેલ ઝડપભેર આગળ વધી રહ્યો છે. જો કે મેટ્રોના અધિકારીઓના અણઘડ આયોજનોના પગલે વિવાદો પણ ઉઠી રહ્યા છે. ત્યારે હવે મેટ્રાના કુલ 38 સ્ટેશનો પૈકી કેટલાક સ્ટેશનોને અલગ તારવી નીચે સ્ટેશન અને ઉપર ઍર્ફોડેબલ હાઉસિંગ સ્કીમïના પ્રોજેક્ટ માટેનું આયોજન વિચારાયું છે.

જેના ભાગરૂપે પર્વત પાટીયા ખાતે કબુતર સર્કલ અને અડાજણમાં સ્ટાર બજાર નજીકના મેટ્રો સ્ટેશનની ઉપર આવાસો બનાવવા માટે મુંબઈના એક આર્કીટેક્ટ હાફિઝ કોન્ટ્રાક્ટર પાસે જીએમઆરસી દ્વારા ડીઝાઇન તૈયાર કરાઇ હોય, મનપા કમિશનર સમક્ષ પ્રેઝન્ટેશન કરાયું હતું.

Most Popular

To Top