Charchapatra

કલમ 370નું પરીણામ

જવાહરલાલ નહેરુ પોતે કાશ્મીરી બ્રાહ્મણ હતા છતાં પ્રખર મુસ્લિમવાદી શેખ અબ્દુલ્લાની કહેવાતી દોસ્તીમાં ભરમાઈ જઈને ભારતના બંધારણમાં મુસલમાનો પૂરતી કાશ્મીરમાં સગવડ કરી આપી બસ એક વખત આ કલમ હાથમાં આવી ગઈ એટલે પાકિસ્તાન તરફી અને ત્યાંથી આવેલા મુસલમાનોએ કાશ્મીરમાં હાહાકાર વર્તાવી કાશ્મીરી હિંદુ પંડિતોને ભારે ક્રુરતાથી ફક્ત હાંકીજ ન કાઢયા સ્ત્રીઓ ઉપર અમાનુષી બળાત્કારો કે બાળકોને છૂંદી નાંખ્યા. બંદૂકને જોરે ધર્મ પરિવર્તનો કરાવ્યા અને આતંકીઓને કાશ્મીરી હિંદુઓને ફક્ત મારી નાખવા પૂરતો જ રસ નહતો. પણ બને એટલી ક્રૂરતાને જંગલિયતથી મારી નાંખવામાં પાશવી આનંદ થતો. મુસલમાનો ને બદનામ કરવામાં તે આ ફિલ્મ બનાવી નથી. થોડા અપવાદો બાદ કરતાં ભારતના મુસલમાનો બેશક પાકિસ્તાનને નફરત અને ભારતને પ્રેમ કરે છે. મુસલમાનો ભલે પાકિસ્તાની હોય પણ માણસ તરીકે એ લોકો પૂરા સંસ્કારી છે. પૂરી ફિલ્મ સત્યઘટનાઓ આધારિત છે. હિંદી ફિલ્મ જેવી સનસનાટી ઉમેરી ન શકાય પણ ઉત્તમ હેતુસર કામ કરી બતાવવા વિવેકે પૈસા બનાવવા કે પ્રેક્ષકોનું મનોરંજન કરવા ફિલ્મ નથી બનાવી પણ દેશભક્તિની અગન એનામાંય પ્રજવલિત છે. ભારત માતાકી જ્ય આ ફિલ્મ તો લોકસભાની ચૂંટણી ટાણે જાહેરાત પછી દરરવિવારે દુરદર્શન પર રજુ કરવી જોઈએ ? નહેરૂ-ગાંધી પરિવારે દેશને માટે શું કર્યુ ?
ગંગાધરા- જમિયતરામ હ. શર્મા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top