જનસંખ્યા આધારિત દેશોમાં જેની વસ્તી વધારે તેનું વર્ચસ્વ સામાન્ય રીતે રહે છે. આપણો દેશ જ્યારે આઝાદ નહોતો અને ટુકડાઓમાં વિભાજિત હતો તેને અખંડ ભારત દેશ બનાવવા માટે અનેકાઅનેક સ્વાતંત્ર્ય સેનાનીઓ અને બળવાન દેશસમર્પિત, દૂરંદેશી નેતાગણોએ અથાગ પરિશ્રમ કર્યો હતો. દેશની સ્વતંત્રતા મળી ત્યારે જે નામથી તેની ઓળખ હતી. એ જ વસ્તીનું એટલે કે હિંદુઓની સંખ્યા મુખ્યત્વે હતી. આજનો આધુનિક હિંદુ પોતાની પેઢીના વિસ્તારથી વિમુખ થઈ આર્થિક ઉપાર્જન, ભૌતિક સુખસમૃદ્ધિ, વિદેશાકર્ષણ તરફ વળ્યો છે ત્યારે તેની વસ્તીમાં નોંધપાત્ર રીતે ઘટાડો જોવા મળી રહ્યો છે અન્ય પ્રજાની systemમાં ગૂંથણી એ રીતે છે કે તમે ઈચ્છશો તો પણ તેમાંથી મુક્ત નથી થઈ શક્વાના.
એકમાત્ર કાશ્મીર ફાઈલ્સ બનાવી દેવાથી હિંદુઓને ન્યાય નથી મળવાનો તે માટે લાંબા ગાળાના અને ઉંડા ધ્યેયોને વિચારવા અને પ્રાપ્ત કરવા પડશે. હત્યા બળાત્કાર, ભ્રષ્ટાચાર આ બધી ઘટનાઓ રોજબરોજના સમાચાર પત્રકમાં સામાન્ય બાબત થઈ ગઈ છે. લોકશાહીમાં શાસિત સરકારો લોકો દ્વારા લોકો માટે ચાલતી સરકારના ધ્યેયને અનુસરે અને તેનું પાલન કરે. દરેક સીસ્ટમ એ પછી લોકશાહી, રાજાશાહી કે સરમુખત્યારશાહી હોય તેના સબળા અને નબળા બેઉ પાસા રહેવાના. જો લોકશાહી સિસ્ટમ નબળી પડતી દેખાતી હોય તો રાજાશાહી અને સરમુખત્યારશાહીના સબળા પાસાનો ઉપયોગ શાસિત ગણ કરી શકે છે. બાકી સામાન્ય જનતો તેની રોજબરોજની ઉપાધિમાંથી ઉંચો નથી આવવાનો અને થોડાક જ વર્ષોમાં વસ્તીની અસમતુલા ક્યાં લઈ જશે એ બાબત ચિંતા ઉપજાવે એવી છે?
સુરત – સીમા પરીખ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.