અમદાવાદ: ગુજરાતમાં અનેક લોકો સમસ્યામાં છે અને ખાસ કરીને યુવાનો પાસે નોકરી નથી, તો આવનાર સમયમાં પ્રદેશ યુવા કોંગ્રેસ બેરોજગારી જેવી યુવાનોની સમસ્યાને લઈને લડત લડશે. ગુજરાત યુવા કોંગ્રેસ પોતાનો ત્રણ મહિનાનો રોડ મેપ પણ તૈયાર કર્યો છે. સમગ્ર ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે તો યુવા કોંગ્રેસમાંથી જે હોદેદારો લડવા માંગે છે, તેના નામ મંગાવીને સ્પેશિયલ ટ્રેનિંગ પણ આપવામાં આવશે. 20 ટકા યુવાનોને સ્થાનિક સ્વરાજ્ય ચુંટણીમાં ટિકિટ મળે તે માટે નક્કી કરવામાં આવ્યું છે તેને ડેટા પણ એકત્રિત કરવામાં આવશે.

ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ અને ગુજરાત રાજ્યના પ્રભારી નિખિલ દ્રિવેદીએ કહ્યું હતું કે પ્રદેશ યુવા કોંગ્રેસની નવી કારોબારીની રચના થઈ ગઈ છે અને હવે જાન્યુઆરી-16 થઈ લઈને 3 ફેબ્રઆરી સુધી તમામ જિલ્લાની કારોબારી બેઠકોનું યોજવામાં આવશે. પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ પ્રવિણસિંહ વણોલે જણાવ્યું હતું કે આગામી સમય સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ આવે છે તમામ તૈયારી યૂથ કોંગ્રેસ કરી રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી લડવા માંગતા યુવાનોને ટ્રેનિંગ પણ આપવામાં આવેશ. યુવા કોંગ્રેસના ઝોન સ્તરે પ્રભારીઓની નિમણૂક પણ કરવામાં આવી છે જેમાં 16 જાન્યુઆરી થી લઈને 3 ફેબ્રુઆરી સુધી સૌરાષ્ટ્ર ઝોનની મિટિંગ યોજવામાં આવશે. 16 જાન્યુઆરીથી લઈને 27 જાન્યુઆરી સુધી ઉત્તર ઝોનની મિટિંગ યોજવામાં આવશે. 16 જાન્યુઆરી થી લઈને 30 જાન્યુઆરી સુધી મધ્ય ઝોન અને 16 જાન્યુઆરી લઈને 30 જાન્યુઆરી સુધી સાઉથ ઝોન તથા 28 જાન્યુઆરીથી લઈને 31 જાન્યુઆરી સુધી કચ્છ ઝોનની મિટિંગ યોજવામાં આવશે.